PM Narendra Modi Tell Why Rajiv Gandhi and INS Viraat Issue Raise
  • Home
  • Election 2019
  • PM મોદીએ ચોખ્ખુ કહી દીધું – કેમ ઉઠાવ્યો પૂર્વ PM રાજીવ ગાંધી-INS વિરાટ મુદ્દો

PM મોદીએ ચોખ્ખુ કહી દીધું – કેમ ઉઠાવ્યો પૂર્વ PM રાજીવ ગાંધી-INS વિરાટ મુદ્દો

 | 11:29 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજીવ ગાંધી અને આઇએનએસ વિરાટનો મુદ્દો ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉઠાવ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે રાહુલ ગાંધી મોદીની છબી ખરાબ કરવા માંગે છે, પરંતુ મોદીની છબી ખાન માર્કેટ કે લુટિયન્સ ગેંગ દ્વારા બનાવામાં આવી નથી કે જેને કોઇ તાર-તાર કરી શકે.

ઇન્ટરવ્યુમાં જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે આઇએનએસ વિરાટનો મુદ્દો કયાંથી આવ્યો, તો મોદીએ જવાબ આપ્યો કે આ કોઇ નવો મુદ્દો નથી. કોંગ્રેસ અધ્યક્ષે જ્યારે એક પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે સેના મોદીની ખાનગી જાગીર નથી. ત્યારે બધાએ (મીડિયાએ) તેના પર ધ્યાન આપ્યું નહીં. પછી મારે કહેવું પડ્યું કે વ્યક્ગિત જાગીર શું હોય છે. રાજીવ ગાંધીનો મુદ્દો મારો નથી. તમે તેમની મદદ કરવા માંગો છો તો રાજીવ ગાંધીના મુદ્દાને હાઇલાઇટ કરી શકો છો. એ તમારો નિર્ણય છે. પીએમ મોદીએ કહ્યું કે આ વસ્તુઓ ત્યારે પણ મીડિયામાં છપાઇ હતી, ત્યારે કોઇ એડમિરલ નિવેદન આવ્યું નહોતું. કહેવાય છે ને કે વાત નીકળશે તો દૂર સુધી જશે.

‘મારી છબી ખાન માર્કેટ ગેંગ એ નથી બનાવી’
પીએમ મોદીએ કહ્યું કે આ રીતે મેં એ પણ વાચ્યું કે ઝારખંડમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીની છબીને તાર-તાર કરવા માંગે છે. તેઓ કોઇપણ રીતે મારી છબીને ખરાબ કરવા માંગે છે. તેમણે કહ્યું કે મોદીની છબી દિલ્હીની ખાન માર્કેટ ગેંગે બનાવી નથી. લુટિયન્સ દિલ્હીએ બનાવી નથી. 45 વર્ષની મોદીની તપસ્યા એ છબી બનાવી છે. સારી હોય કે ખરાબ જે પણ હોય. તમે તેને ખરાબ કરી શકો નહીં. પરંતુ લુટિયન્સ અને ખાન માર્કેટ ગેંગે એ એક પૂર્વ વડાપ્રધાનની છબી ‘મિસ્ટર ક્લીન, મિસ્ટર ક્લીન’ની બનાવી હતી. તે કોઇપણ રીતે ખત્મ થઇ ગઇ?’

ઉલ્લેખનીય છે કે ગઇ 8મી મેના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર પ્રહારો કરતાં પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની રજાનો મામલો ઉઠાવતા પૂછયું હતું કે શું તમે સાંભળ્યું છે કે કોઇ પોતાના પરિવારની સાથે યુદ્ધપોતમાં રજા મનાવે? પીએમ મોદીએ કહ્યું હતું કે દેશની રક્ષા કરનારાને પોતાની જાગીર કોણ સમજતું રહ્યું છે. એ પણ હું આજે દિલ્હીની ધરતી પરથી એ લોકોની આંખમાં આંખ મિલાવી દેશ અને દિલ્હીની પ્રજાને કહેવા માંગું છું. કોંગ્રેસના નામદાર પરિવારે આઇએનએસ વિરાટનો ખાનગી ટેક્સીની જેમ ઉપયોગ કર્યો, તેનું અપમાન કર્યું હતું. આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને 10 દિવસની રજા મનાવા માટે નીકળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન