PM Narendra Modi to address nation at 4pm today
  • Home
  • Featured
  • આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રના નામે આપશે સંદેશ, શું આ મુદ્દા પર કરશે વાત?

આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રના નામે આપશે સંદેશ, શું આ મુદ્દા પર કરશે વાત?

 | 8:30 am IST

દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે. પીએમ મોદી આની પહેલાં પણ કોરોના સંકટ દરમ્યાન દેશને સંબોધિત કરી ચૂકયા છે.

કોરોનાની વધતી રફતાર, અનલોક 2 પર સલાહ?

દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો 5 લાખને પાર પહોંચી ગયો છે અને ઝડપથી 6 લાખ તરફ આગળ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 2ના નિર્દેશ પણ આપ્યા છે. જો કે એક જુલાઇથી લાગૂ થશે. આ નિર્દેશોમાં બીજી વધુ છૂટ આપવામાં આવી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને શું અનલોકમાં સાવધાની અને કોરોનાને લઇ એલર્ટ રહેવાની માહિતી આપશે તેના પર નજર બની રહેશે.

લદ્દાખમાં ચીનની સાથે વિવાદ ચાલુ

આપને જણાવી દઇએ કે મે મહિનાથી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલો વિવાદ હજી સુધી થોભ્યો નથી. 15મી જૂનના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા. ત્યારબાદ કેસ વધુ ગરમાયો. હવે આજે એકવખત ફરીથી બંને દેશોની સેનાઓ પરસ્પર વાત કરશે.

ચીની સેના PLA હજી સુધી LACથી પાછળ હટી નથી. જ્યારે ભારત એ વાત પર અડિયલ થયું છે કે એપ્રિલથી પહેલાંની સ્થિતિ લાગૂ કરવામાં આવે. આ બધાની વચ્ચે ચીનના ખતરાને જોતા બોર્ડર પર જવાનોની સંખ્યા વધી ગઇ છે. વાયુસેના પણ સંપૂર્ણપણે એક્ટિવ છે. એવામાં તેના પર નજર બની રહેશે કે શું પ્રધાનમંત્રી ચીનના મુદ્દા પર કંઇ ખાસ કહેશે.

ચીન પર કરાઇ વર્ચુઅલ સ્ટ્રાઇક

ચીનને લઇ દેશભરમાં ગુસ્સો વધી રહ્યો છે અને લોકો ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે જેથી કરીને ચીનને આર્થિક ઠેસ પહોંચી શકે. આ બધાની વચ્ચે સોમવારના રોજ કેન્દ્ર સરકારે ટિકટોક સહિત ચીનની 59 મોબાઇલ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી.

આ એપને બેન કરવાની પાછળ સુરક્ષાનું કારણ બતાવ્યું કારણ કે આરોપ હતો કે આ એપ્સ ભારતનો ડેટા ચોરી રહી હતી. જો કે તેને લઇ ઘણા સમયથી અંદાજો હતો અને માંગણી કરવામાં આવી રહી હતી. આ બધાની વચ્ચે ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે સરકારે લોઢું ગરમ જોઇને હથોડો મારી દીધો.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન