'Asleep' pilot missed destination in Australia
  • Home
  • Featured
  • સાઉદી અરબ PM મોદી પર આફરીન, ટ્રમ્પની વાત કરતા કરતાં કહ્યું કે…

સાઉદી અરબ PM મોદી પર આફરીન, ટ્રમ્પની વાત કરતા કરતાં કહ્યું કે…

 | 11:05 am IST

ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં કાપને લઈને તેનું ઉત્પાદન કરતા મહત્વપૂર્ણ દેશો આ મામલે અંતિમ નિર્ણય કરશે. પરંતુ તે પહેલા સાઉદી અરબના ઉર્જા મંત્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વપૂર્ણ વાત કહી છે. મહત્વની વાત એ છે કે અમેરિકાના સંદર્ભમાં બોલતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો.

સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ અલ ફાલિહે કહ્યું હતું કે ક્રુડ ઓઈલને લઈને લેવામાં આવનારા નિર્ણયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો પર પણ ધ્યાનમાં લેવામાં આવશે.

અમેરિકાએ ઈરાન પર નવેસરથી આર્થિક અને ક્રુડ ઓઈલને લઈને આકરા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી ના કરવા દુનિયાભરના દેશોને ચેતવ્યા છે. આ સ્થિતિમાં ક્રુડ ઓઈલનો પુરવઠો ના ખોરવાય અને મર્યાદિત સપ્લાય ચાલુ રહે તે માટે મોટા ઉપ્તાદક દેશો નિર્ણય લેશે. આ મામલે સાઉદી અરબના ઉર્જામંત્રી ખાલિદ અલ ફાહિલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના વિચારોને લઈને સવાલ કરવામાં આવ્યા હતાં. જેનો જવાબ આપતા તેમને કહ્યું હતું કે, ટ્રમ્પના વિચારોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે.

પરતું રસપ્રદ વાત એ રહી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને લઈને કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા આપતા ફાહિલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની વાતો પર પણ ધ્યાન આપવામાં આવશે.

ફાહિલે ગત સપ્તાહે બ્યૂનસ આયર્સમાં G-20 થયેલી બેઠકમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજયેલી દ્વિપક્ષીત બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિચારોને એકદમ મજબુતીથી રજુ કરે છે. તેમને ભારતીય વપરાશકારોની ખુબ ચિંતા છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે પહેલા યોજાયેલી ત્રણ બેઠકોને પણ યાદ કરી.

તેમણે એમ પણ કહ્યું હતું કે, વપરાશકારો આ ચર્ચા-વિચારણાનો મહત્વનો ભાગ છે. ભલે તેઓ પોતે બેઠક દરમિયાન રૂમમાં હાજર ના હોય.