PM narendra modi will address the nation at 10 am today
  • Home
  • Featured
  • 100 કરોડ વેક્સિન ડોઝ આંકડો નહી નવો અધ્યાય: PM મોદી

100 કરોડ વેક્સિન ડોઝ આંકડો નહી નવો અધ્યાય: PM મોદી

 | 7:39 am IST
  • Share

  • PM નરેન્દ્ર મોદીનુ રાષ્ટ્રને સંબોધન 
  • દેશમાં કોરોના વેક્સિનના ડોઝ આપવાના આંકડો 100 કરોડે પહોંચ્યો
  • આ એક ઐતિહાસિક સફળતા પર દેશવાસીઓ સાથે PM મોદીનો સંદેશ

 

PM નરેન્દ્ર મોદી (PM narendra modi)નુ રાષ્ટ્રને સંબોધન. ભારતે 21 ઓક્ટોબરે અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. વેદ વાક્ય સાથે કરી સંબોધનની શરૂઆત. ફરજ બજાવતા આપણા દેશે મોટી સફળતા મેળવી: PM મોદી. 

કર્તવ્ય પાલનથી મોટી સફળતા મેળવી: PM. 100 કરોડ રસીના ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ: PM. આ ઉપલબ્ધિ પાછળ 130 કરોડ દેશવાસી: PM. આ માત્ર આંકડો નહીં પણ સામર્થ્યનું પ્રતિબિંબ: PM. ઈતિહાસના નવા અધ્યાયની રચના છે: PM. 

રસીકરણ દરમિયાન VIP કલ્ચર કામ ન આવ્યુ, દરેકને સમાન રસી મળી

એક દિવસ પહેલા જ દેશમાં કોરોના વેક્સિનના ડોઝ આપવાના આંકડો 100 કરોડે પહોંચ્યો છે અને આ એક ઐતિહાસિક સફળતા કહી શકાય. દેશવાસીઓ સાથે PM મોદીનો સંદેશ. વેક્સિનને લઈને વિવિધ પ્રશ્નો ઉભા થયા, 100 કરોડ ડોઝ જવાબ હતા.

આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી 100 કરોડનો આંકડો પાર કર્યો તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ, આ વિશ્લેષણમાં એક વસ્તુ ઘણી વખત ચૂકી જાય છે, આપણે આ ક્યાંથી શરૂ કર્યું. રસીઓનું સંશોધન કરવું, વિશ્વના અન્ય મોટા દેશો માટે રસી શોધવી, દાયકાઓ સુધી તેમની કુશળતા હતી. ભારત મોટે ભાગે આ દેશો દ્વારા બનાવવામાં આવેલી રસીઓ પર નિર્ભર હતું.

વિશ્વ હવે ભારતને કોરોના સામે વધુ સુરક્ષિત માને છે. સંપૂર્ણ વિશ્વ ભારતની તાકાત અનુભવે છે. તાળી – થાળી વગાડી, દીવા પ્રગટાવી એકતા દર્શાવી. કોવિન પ્લેટફોર્મથી રસીકરણ સરળ બન્યું. આજે દેશમાં રેકોર્ડ રોકાણ આવી રહ્યું છે. કોરોનાકાળમાં કૃષિક્ષેત્રએ અર્થવ્યવસ્થા જાળવી રાખી. મેડ ઈન ઈન્ડિયાની તાકાત સૌથી મોટી. સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર PM મોદીનું આહ્વાન. મોટા લક્ષ્ય નક્કી કરીને પ્રાપ્ત કરવાનું દેશ જાણે છે. સતર્કતા સાથે તહેવાર મનાવવાના છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 1006234803 ડોઝ અપાઇ ચુક્યા છે. જેમાં 71,09,80,686 લોકોએ વેક્સિનનો એક એક ડોઝ લીધો છે જ્યારે 29,53,02,676 ફૂલ વેક્સિનેટેડ થઇ ચુક્યા છે. 100 કરોડ વેકસિનેશન થઇ જવાના મોકા પર PM મોદી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો