30 જાન્યુઆરીએ પણ મોદી બનશે ગુજરાતના મહેમાન, આ છે તેમનો સમગ્ર કાર્યક્રમ

આવનારી 30 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને સુરતની મુલાકાતે છે, સુરતમાં પીએમ મોદી 3થી4 કાર્યક્રમમાં હાજરી આપશે. ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને પહેલી ઇન્ટરનેશનલ ફલાઇટને લીલીઝંડી આપશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતના રિંગરોડ ખાતે આવેલી વિનસ હોસ્પિટલને પણ ખુલ્લી મુકવામાં આવશે.
પહેલા આ હોસ્પિટલ સુરતના રામપુરા વિસ્તારમાં હતી. 112 વર્ષ જુની અશાકતાશ્રમની આ હોસ્પિટલ છે. હવે એક નવા નામથી રિંગરોડ ખાતે આ હોસ્પિટલ બનવવામાં આવી છે. જે શ્રીમતી રસિલાબેન સેંવતીલાલ શાહ વિનસ હોસ્પિટલના નામ થી ખુલ્લી મુકવામાં આવશે.
201 બેડ ધરાવતી મલ્ટી સુપર સ્પેશ્યલીટી ધરાવતી આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક સાધનો સાથે શરૂ કરવામાં આવી રહી છે. જે ગરીબો માટે પણ સારા દિવસો લાવશે. વિનસ હોસ્પિટલ એક ટ્ર્સની હોસ્પિટલ છે. જેમાં ગરીબો માટે હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા વાત્સલ્યા યોજના અને પ્રધાનમંત્રીના હસ્તે બનાવેલી આયુષમાં ભારત યોજના છે. જેનો લાભ છેલ્લા એક મહીનમાં 25 જેટલા દર્દીઓએ લીધો છે, જેમાં દર્દીઓએ એન્જોગ્રાફી ,એન્જોપ્લાસ્ટી અને મગજની સર્જરી જેવી પણ થઈ છે.
દાતાઓ દ્વારા આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ગરીબોને ફાયદા કારક તો નીવડશે, સાથે સાથે આ હોસ્પિટલોમાં દર્દીનું ધ્યાન રાખનારા ડૉક્ટરોનું પણ દાતાઓ ઘ્વારા ધ્યાન રાખવામાં આવશે. અન્ય હોસ્પિટલના મુકાબલે આ હોસ્પિટલમાં દર્દીનો જનરલ વોર્ડનો ચાર્જ માત્ર 1 હજાર રૂપિયા રાખવામાં આવાયું છે. જનરલ વૉડમાં 4 થી 6 જેટલા જ બેડ અને ફૂલી એસી રુમ રાખવામાં આવાયું છે,જેમાં દર્દીને યુનિફોર્મ, દર્દીનો નાસ્તો, બેડ લીનર, સાંજની ચા અને રાતના જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવિ છે જેના થી દર્દીને બહારના ખાવાના થી ઇન્ફેક્શન નહિ થાય,
દર્દીઆ હોસ્પિટલ માં ખાસ એક વાતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે કે દર્દીને કોઈ હેરાન ગતિના થવી જોઈએ,મોટા ભાગના હોસ્પિટલોમાં બિનજરૂરી રિપોર્ટ અને બિન જરૂરી ઓપરેશન થતા હોય છે,પરંતુ આ હોસ્પિટલમાં દર્દીને સારવાર બાદ તરત એજ ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે.
દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારના મળતી હોય એના થી બે ઘણી સારી સારવાર માટે આ હોસ્પિટલમાં નવા આધુનિક મશીનરી, કારડયોલોજી ,લેટ્સ કંપનીના વેન્ટિલેટર ,મોનીટર, ઇકો માસીન્સ, કેથલિક, ડ્રેગેન્ કંપનીના ઇમ્પોતેટ નવા ઓપરેશન થિયેટર,આઇસીયું, બધાની વ્યવસ્થાઓ છે.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ ,ડોકટર્સ મળી અઢીસો થી વધુ સ્ટાફ છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે પી એમ મોદી ક્યારે આવશે. અને ક્યારે આ હોસ્પિટલનો દર્દીઓ લાભ લઈ શકશે.