PM, President And All PM Will Take 30% Less Of Their Salary
  • Home
  • Corona live
  • કોરોના: મોદી સરકારનો મોટો નિર્ણય, PM સહિત સાંસદોનાં પગારમાં 30% ટકાનો મુક્યો કાપ

કોરોના: મોદી સરકારનો મોટો નિર્ણય, PM સહિત સાંસદોનાં પગારમાં 30% ટકાનો મુક્યો કાપ

 | 4:12 pm IST

કોરોના વાયરસની સામે જંગમાં નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આજે બે નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલા નિર્ણય પ્રમાણે તમામ સાંસદોની સેલરીમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. બીજા નિર્ણય અનુસાર MPLAD ફંડને ખત્મ કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવામાં કરવામાં આવશે.

એક વર્ષ સુધી સેલરીનાં 30 ટકા ઓછા લેશે

કેબિનેટનાં નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એક વર્ષ સુધી તમામ સાંસદોની સેલરીમાં 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદોની આ સેલરીનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટે કરવામાં આવશે. આ બાબતે કેન્દ્ર સરકાર આજે અધ્યાદેશ જાહેર કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલરીનાં 30 ટકા ઓછા લેશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ આ નિર્ણય સ્વૈચ્છિક રીતે લીધો છે.

MPLAD ફંડને કરવામાં આવ્યું સસ્પેન્ડ

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કેબિનેટમાં સાંસદોનાં સાંસદ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખત્મ કરવા પર સહમતિ બની છે. વર્ષ 2020-21 અને 2021-22 માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને 2 વર્ષ માટે ખત્મ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભાનાં દરેક સાંસદને પોતાના ક્ષેત્રનાં વિકાસ માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. આને MPLAD ફંડ કહેવામાં આવે છે. 2 વર્ષ માટે આ ફંડને હટાવવા પર સરકારની પાસે 7900 કરોડ રૂપિયા આવશે. આ પૈસા ભારત સરકારનાં Consolidated Fundમાં જશે. આ રકમનો ઉપયોગ કોરોના સામે લડવામાં કરવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: બનાસકાંઠાની યુવતીની અમેરિકામાં કોરોનાથી મોતની અફવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન