NIFTY 9,917.35 +31.00  |  SENSEX 32,119.35 +98.60  |  USD 64.3500 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • વિપક્ષની ‘આક્રોશ રેલી’ ફ્લોપ, લોકો મજાક ઉડાવી રહ્યા છે: સંસદમાં બોલ્યા વેંકૈયા નાયડુ

વિપક્ષની ‘આક્રોશ રેલી’ ફ્લોપ, લોકો મજાક ઉડાવી રહ્યા છે: સંસદમાં બોલ્યા વેંકૈયા નાયડુ

 | 11:04 am IST

સંસદના બંને ગૃહોમાં આજે પણ નોટબંધીને લઈને હોબાળો મચવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વિપક્ષ સંસદથી લઈને રસ્તાઓ સુધી મોદી સરકારને નોટબંધી પર ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. જો કે 28મી નવેમ્બરના રોજ અપાયેલા બંધના એલાન અને આક્રોશ દિવસને જનતાએ સંપૂર્ણ નકારી દેતા વિપક્ષી દળો માટે ફરીથી વિચારવા જેવી અને નવેસરથી રણનીતિ ઘડવા જેવી બાબત ઊભી થઈ છે. આ બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નોટબંધીના ફેંસલા સામે લખનઉમાં ધરણા ઉપર બેસવાના છે. વડાપ્રધાન મોદી આ દરમિયાન સંસદ પહોંચી ગયા છે. ભાજપની સંસદીય દળની બેઠક પણ યોજાઈ.

લોકસભામાં ઈન્કમ ટેક્સ સંશોધન વિધેયક પાસ

2.30 વાગ્યે કાર્યવાહી શરૂ થતા લોકસભામાં અરુણ જેટલીએ કહ્યું કે પીએમ મોદીએ કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે મોટા ફેંસલા લીધા છે. સરકારે જ્યારે જોયું કે લોકો કાળા નાણાને સફેદમાં ફેરવી રહ્યા છે ત્યારે આવકવેરાના કાયદામાં સંશોધનનો નિર્ણય લેવાયો. એક બાજુ આવકવેરા સંશોધન બિલ અંગે ચર્ચા થતી હતી અને વિપક્ષ મોદી સરકાર શરમ કરો, શરમ કરોના સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ બધા વચ્ચે લોકસભામાં આવકવેરા સંશોધન બિલ પાસ થયું. ત્યારબાદ લોકસભા આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી.

લોકસભામાં પાછો હોબાળો થતા કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ, રાજ્યસભા આવતી કાલ સુધી સ્થગિત

નોટબંધી મુદ્દે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી ખોરવાતી રહી છે. 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતા પાછો લોકસભામાં હોબાળો મચ્યો. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વિપક્ષના આરોપો સામે કહ્યું કે અમે પબ્લિક ડોમિનમાં કામ કરીએ છીએ. વિપક્ષ હંમેશા અમારીની આલોચના કરે છે પરંતુ તેનો જવાબ સરકાર આપે છે. રાજ્યસભામાં પણ જબરદસ્ત હોબાળો મચ્યો. લોકસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ જ્યારે રાજ્યસભાની કાર્યવાહી ત્યારબાદ આવતી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ.

તેલુગુદેશમ પાર્ટીના સાંસદનો નોટબંધી સામે નોખો વિરોધ

તેલુગુદેશમ પાર્ટીના સાંસદ શિવપ્રસાદે અલગ અંદાઝમાં સંસદમાં આવીને નોટબંધી સામે વિરોધ જાહેર કર્યો.

રાજ્યસભામાં પણ વળી પાછો હોબાળો થતા કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ 

રાજ્યસભામાં પણ ‘વડાપ્રધાન સંસદમાં આવો, મોદીશાહી નહીં ચાલે’ના સૂત્રોચ્ચાર થયા હતાં. કાર્યવાહી સંપૂર્ણ પણે ખોરવાઈ ગઈ હતી. સતત હોબાળો મચતા કાર્યવાહી ફરીથી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

આક્રોશ રેલી સંપૂર્ણ રીતે ફ્લોપ, લોકોએ મજાક ઉડાવી-વેંકૈયા નાયડુ, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભામાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે સમજ નથી પડતી કે વિપક્ષ ચર્ચા માટે તૈયાર કેમ નથી. આક્રોશ રેલી સંપૂર્ણ રીતે ફ્લોપ ગઈ અને લોકોએ તેની મજાક ઉડાવી. ફરીથી હોબાળો મચતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યે કાર્યવાહી શરૂ થતા વળી પાછો હોબાળો મચ્યો અને લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ.

11 વાગ્યે કાર્યવાહી શરૂ થતા જ બંને ગૃહોમાં હોબાળો, કાર્યવાહી સ્થગિત 

આજે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પીએમ મોદીની હાજરી અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ મોદી સંસદમાં હાજર રહોના સૂત્રોચ્ચાર કર્યાં. હોબાળાના પગલે બંને ગૃહોને સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. લોકસભાની કાર્યવાહી 11.30 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

મંત્રી અનંતકુમારે કહ્યું કે પીએમએ બેઠકમાં જણાવ્યું છે કે કાળા નાણા માટે અમારો સંઘર્ષ અને આવકવેરા કાયદામાં સંશોધન ગરીબોના કલ્યાણ માટે છે. પીએમ દેશને કેશલેસ બનાવવા ઈચ્છે છે અને આ માટે તમામ લોકોએ સહયોગ કરવો જોઈએ.

વિપક્ષના નેતાઓની પણ એક બેઠક યોજાઈ છે જેમાં પીએમ મોદી પાસે તેમના નિવેદન પર માફી માંગવામાં મક્કમ રહેવાનું નક્કી કરાયું છે તથા લોકસભામાં નિયમ 56 હેઠળ ચર્ચા કરવાની માંગણી પર અડગ રહેવા જણાવાયું છે.

આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ મકુલ રાયે કહ્યું કે ધરણાનો હેતુ જે લોકો નોટબંધીથી પ્રભાવિત થયા છે તેમનું સમર્થન હાંસલ કરવાનો છે. પાર્ટીએ બિહાર, ઓડિશા, પૂર્વોત્તર પંજાબ અને અન્ય રાજ્યોની રાજધાનીઓમાં ધરણાની યોજના ઘડી છે. નોટબંધી વિરુદ્ધ સોમવારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું જેની ખાસ કોઈ અસર જોવા મળી નહતી. પરંતુ સંસદમાં નોટબંધીને લઈને હોબાળો મચ્ચો હતો.

આ બાજુ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદનમાં બોલવા તૈયાર છે પરંતુ ચર્ચા કયા નિયમ હેઠળ થશે તે લોકસભાના સ્પિકર નક્કી કરશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે આવુ પહેલીવાર બન્યું છે કે નીતિ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા પર સંસદના કોઈ પણ સદનમાં સરકારે નિવેદન આપ્યુ નથી.