pm ujjwala yojana 2020 registration pmuy new list free
  • Home
  • Business
  • 3 મહિના મફતમાં ગેસ સિલિન્ડર લેવા માટે બેે બાબતો છે ફરજિયાત, લાભ લેવો હોય તો જાણી લો

3 મહિના મફતમાં ગેસ સિલિન્ડર લેવા માટે બેે બાબતો છે ફરજિયાત, લાભ લેવો હોય તો જાણી લો

 | 9:04 am IST

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ભારતમાં લોકડાઉન જાહેર કર્યું અને સાથે સાથે જ ગરીબોને રાહત થાય એ માટે ઘણી યોજનાઓ બહાર પાડી. એમાંથી એક પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા લાભાર્થીઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવાની વાત પણ છે. જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીના લિસ્ટમાં સામેલ છો તો તમને પણ આ લાભ મળશે.

સરકારે આ લાભાર્થી માટે કામ પણ શરૂ કરી દીધું છે અને ઘણા લોકોના ખાતામાં પૈસા આવવાનું પણ શરૂ થઈ ગયું છે. સરકારની આ સુવિધાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે જે આ સ્કીમમાં રજિસ્ટર્ડ છે. સરકારની આ સ્કીમનો લાભ માત્ર એ લોકોને જ મળે છે કે જેણે પહેલાથી જ પોતાને આ યોજના દ્વારા રજિસ્ટર્ડ કરાવેલા છે. ખાતામાં આવેલી રકમનો ઉપયોગ સિલિન્ડર લઈને આવનાર વ્યક્તિને દેવામાં કરવામાં આવશે.

લાભાર્થીનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો આવશ્યક

લાભ લેવા માટે LPG સિલિન્ડર લેવા માટે ગ્રાહકનો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો ફરજિયાત છે. સરકારે આ સ્કીમ માટે તૈયારી કરી લીધી છે અને પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે. આ પૈસાથી તમે રોકડ ચૂકવીને સિલિન્ડર લઈ શકાશે.

નવો ગેસ સિલિન્ડર બૂક કરવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો ગેપ રાખવો જરૂરી છે. ઉજ્જવલા સ્કીમમાં 14.2 કિલોના 3 સિલિન્ડર જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં આપવામાં આવશે. 1 મહિનામાં એક જ સિલિન્ડર આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ 70 દિવસ પહેલા આવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન