PMAYમાં વ્યાજસબસિડી માટે કાર્પેટ એરિયામાં ૩૩ ટકાનો વધારો - Sandesh
NIFTY 10,953.30 +16.45  |  SENSEX 36,361.35 +37.58  |  USD 68.4375 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PMAYમાં વ્યાજસબસિડી માટે કાર્પેટ એરિયામાં ૩૩ ટકાનો વધારો

PMAYમાં વ્યાજસબસિડી માટે કાર્પેટ એરિયામાં ૩૩ ટકાનો વધારો

 | 1:29 am IST

નવી દિલ્હી :

મોદી સરકારે મધ્યમવર્ગને પોસાય તેવાં મકાનોને વેગ આપવા માટે બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મિડલ ઇન્કમ ગ્રૂપ(એમઆઈજી) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ(સીએલએસએસ) અંતર્ગત હાઉસિંગ લોનમાં અપાતી વ્યાજસબસિડી માટે માન્ય મકાનોના કાર્પેટ એરિયાને ૩૩ ટકા સુધી વધારવાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત અપાતી વ્યાજસબસિડી માટે માન્ય કાર્પેટ એરિયામાં વધારો કરાતાં મિડલ ઇન્કમ ગ્રૂપના વધુ ગ્રાહકોને લાભ મળી શકશે.

રહેણાક અને શહેરી બાબતોનાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિડલ ઇન્કમ ગ્રૂપ વન માટે કાર્પેટ એરિયા ૧૨૦ ચો.મી.થી વધારીને ૧૬૦ ચો.મી. કરાયો છે. એમઆઈજી વન ગ્રૂપમાં રૂપિયા ૬ લાખથી ૧૨ લાખ વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે. મિડલ ઇન્કમ ગ્રૂપ ટુ માટે કાર્પેટ એરિયા વધારીને ૧૫૦ ચો.મી.થી ૨૦૦ ચો.મી. કરવામાં આવ્યો છે. આ ગ્રૂપમાં રૂપિયા ૧૨ લાખથી ૧૮ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે. એમઆઈજી વનને રૂપિયા ૯ લાખની લોન અને ૪ ટકા વ્યાજસબસિડી આપવામાં આવે છે, તેથી તેમને મળવાપાત્ર વ્યાજસબસિડી રૂપિયા ૨,૩૫,૦૬૮ થશે. તેવી જ રીતે એમઆઈજી ટુ ગ્રૂપને ૩ ટકા વ્યાજસબસિડી અને રૂપિયા ૧૨ લાખની લોન અપાય છે, તે હિસાબે તેમને રૂપિયા ૨,૩૦,૧૫૬ની વ્યાજસબસિડી મળશે. અગાઉથી હોમલોન લેનારાને પણ વધેલા કાર્પેટ એરિયાનો લાભ મળશે. મંત્રાલયે તેના સંશોધિત પ્રસ્તાવમાં જણાવ્યું છે કે યોજના લાગુ થઈ તે ૧ જાન્યુઆરી ૨૦૧૭થી આ નિર્ણયનો અમલ થશે.

RBIએ પીએસએલ માટેની હાઉસિંગ લોનની લિમિટ વધારી

રિઝર્વ બેન્કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એલિજિબિલિટી અંતર્ગત હાઉસિંગ લોનની મર્યાદા વધારી દીધી છે, તે અંતર્ગત મેટ્રોપોલિટન સેન્ટરો માટે હાલની ૨૮ લાખની મર્યાદા વધારી ૩૫ લાખ કરી છે. અન્ય સેન્ટરો માટે આ મર્યાદા રૂપિયા ૨૦ લાખથી વધારી ૨૫ લાખ કરાઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના

સરકારે એક જાન્યુઆરી ૨૦૧૭થી ૬-૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા MIG-૧ અને  ૧૨-૧૮ લાખ રૂપિયા આવક ધરાવતા MIG-૨ વર્ગ માટે વડા પ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી હતી. MIG-૧ ગ્રૂપમાં લોનની રકમ પૈકી રૂપિયા નવ લાખની લોન પર ૪ ટકા અને MIG-૨ ગ્રૂપમાં રૂપિયા ૧૨ લાખની લોન પર ત્રણ ટકા વ્યાજ સબસિડીના સ્વરૂપે આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ બંને આવક જૂથને એમઆઈજી વન અને ટુમાં વહેંચવામાં આવ્યાં હતાં.

સુધારા પછી CLSSMIG સ્કીમની વિગતો

વિગત                                મિડલ ઇન્કમ ગ્રૂપનો વર્ગ        

                                          એમઆઈજી વન        એમઆઈજી ટુ  

પારિવારિક આવક                      ‘ ૬ લાખથી ૧૨ લાખ   ‘ ૧૨ લાખથી ૧૮ લાખ

વ્યાજસબસિડી(વાર્ષિક)                          ૪.૦૦ ટકા              ૩.૦૦ ટકા

લોનની મહત્તમ સમયમર્યાદા            ૨૦ વર્ષ                ૨૦ વર્ષ

વ્યાજસબસિડી માટે માન્ય લોનની રકમ         ‘ ૯ લાખ                ‘ ૧૨ લાખ

કેટલા કાર્પેટ એરિયા સુધી                       ૧૬૦ ચો.મી.             ૨૦૦ ચો.મી.

વ્યાજસબસિડી માટે ગણતરીની એનપીવી        ૯.૦૦ ટકા              ૯.૦૦ ટકા

કેટલી વ્યાજસબસિડી મળશે             ‘ ૨,૩૫,૦૬૮            ‘ ૨,૩૦,૧૫૬