રાહુલ ગાંધીએ પીએમ મોદીના ફિટનેસ વિડીયોનો ઉડાવ્યો ગંદો મજાક !!! - Sandesh
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીએ પીએમ મોદીના ફિટનેસ વિડીયોનો ઉડાવ્યો ગંદો મજાક !!!

રાહુલ ગાંધીએ પીએમ મોદીના ફિટનેસ વિડીયોનો ઉડાવ્યો ગંદો મજાક !!!

 | 11:18 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પોતાની પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પણ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરવામાં સહેજ પણ કસર છોડી ન હતી. તેમને પીએમના ફિટનેસ ચેલેન્જનો મજાક ઉડાવ્યો. પીએમ મોદીના આ વિડીયો પર રાહુલની પાર્ટીમાં ચર્ચા દરમિયાન ઘણાં નેતાઓ તેનો મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.

જ્યારે ઇફ્તાર પાર્ટીમાં રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓની વચ્ચે બેઠા હતા ત્યારે રાહુલે પોતાના ટેબલ પર બેઠેલા એક મેહમાનને પૂછયુ, તમે પીએમનો ફિટનેસ વીડિયો જોયો?, થોડી વાર પછી પોતે જ જવાબ આપ્યો, “ઘણો હાસ્યસ્પદ છે….મારા હિસાબે વિચિત્ર છે…” જે પછી ટેબલ પર બેઠેલા સીતારામ યેચુરી, દિનેશ ત્રિવેદી, સતીશ ચંદ્ર મિશ્રા જેવા નેતા ખૂબ જ હસ્યા હતા. જો કે એ જ ટેબલ પર હાજર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને હામિદ અંસારી ચુપચાપ તેમની વાતો સાંભળી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ પાર્ટીમાં સીતારામ યેચુરીને પીએમ મોદીને સ્પર્ધા આપવા માટે પોતાનો ફિટનેસ વીડિયો બનાવવા માટેની સલાહ પણ આપી હતી. આ પાર્ટીમાં ઘણાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેની વચ્ચે પણ રાહુલ ગાંધીએ ફિટેનેસ વિડીયો અંગે ચર્ચા કરી ફરી એક વખત રાજકારણ શરૂ કર્યું છે.

જો કે વાસ્તવમાં આ ચેલન્જની શરૂઆત કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન રાઠોડે પોતાના ટ્વિટર હેન્ડલર પરથી કરી હતી. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ચેલન્જ પીએમ મોદીને પણ આપી હતી. જેના જવાબમાં પીએમ મોદીએ કસરતનો વીડિયો મુકી પોતાના રાજકીય વિરોધી કુમારસ્વામીને પણ ચેલેન્જ કરી હતી. જેના જવાબમાં કર્ણાટકના સીએમ કુમારીસ્વામીએ પણ જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન