PM's Package "Cruel Joke On Country": Sonia Gandhi
  • Home
  • Corona live
  • વિપક્ષની મહાબેઠકમાં મોદી સરકારનું ‘મહાપેકેજ’ બન્યું ‘મજાક’, સોનિયાએ PM મોદીને અપખોડ્યા

વિપક્ષની મહાબેઠકમાં મોદી સરકારનું ‘મહાપેકેજ’ બન્યું ‘મજાક’, સોનિયાએ PM મોદીને અપખોડ્યા

 | 10:50 pm IST

દેશમાં કોરોના વાયરસ અને ચક્રવાતી તોફાન અમ્ફાન સંકટ વચ્ચે આજે કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષના દળોની બેઠક યોજાઇ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અમ્ફાનને આપદા જાહેર કરવાની માંગ કરવામાં આવી. બીજી તરફ સોનિયા ગાંધીએ બેઠક શરૂઆત કરતાની સાથે જ કોરોના સંકટ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગ્યો છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ મોટા પ્રમાણમાં આર્થિક પ્રોત્સાહન આપવાની તત્કાલ જરૂર હોવાનું જણાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 12 મેના રોજ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેર કરી અને પછીનાણામંત્રી બીજા 5 દિવસ સુધી તેની માહિતી આપતા રહ્યા. આ દેશ સાથે એક ક્રુર મજાક છે.

બેઠકમાં સોનિયા ગાંધી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કોરોના 21 દિવસમાં ખતમ કરવાની પીએમનો દાવો ધરાશાયી થયો. સરકાર પાસે લોકડાઉન મુદ્દે કોઇ પ્લાન નહોતો.  સરકાર પાસે કોરોના સંકટથી બહાર કાઢવાની કોઇ જ નીતિ નહોતી. સતત લોકડાઉનનો કોઇ ફાયદો નથી થયો. પરિણામ ખરાબ જ દેખાયા. કોરોના ટેસ્ટ અને પીપીઇ કિટનાં મોર્ચા પર પણ સરકાર નિષ્ફળ રહી. અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઇ, લોકડાઉનનાં નામે ક્રુર મજાક થઇ। તમામ શક્તિ પીએમઓ પાસે છે. તે કર્મચારીઓ અને કંપનીઓનાં હિતોની સુરક્ષા કરે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટ મુદ્દે વડાપ્રધાન મોદીએ શરૂઆતમાં આશા વ્યક્ત કરી હતી કે, તેના પર આગામી 21 દિવસમાં કાબુ મેળવી લેવાશે. જ્યારે ધારણા ખોટી સાબિત થઇ. તેમણે કહ્યું કે, સરકારે ન માત્ર લોકાડઉનનાં માપદંડો મુદ્દે અનિશ્ચિત હતી પરંતુ તેની પાસે રોગમાંથી બહાર નિકળવાની કોઇ રણનીતિ પણ નહોતી. આ ક્રમીક લોકડાઉનનું કોઇ જ પરિણામ જોવા ન મળ્યું.

સપા, બસપા અને આમ આદમી પાર્ટી રહી અળગી

આ બેઠકમાં વિપક્ષના અનેક મોટા ચહેરા શામેલ થયા હતાં. તેમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, સીતારામ યેચુરી, તેજસ્વી યાદવ, ડીએમકેના એમ કે સ્ટાલિન અને શિવસેનાના સંજય રાઉત જેવા નેતાઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. બિનભાજપપી રાજ્યોના પણ અનેક મુખ્યમંત્રીઓ પણ બેઠકમાં શામેલ થયા હતાં. પરંતુ આ બેઠકમાં સપા, બસપા અને આમ આદમી પાર્ટીએ અંતર બનાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : ભારત કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં 11મા સ્થાને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન