pms-remarks-on-loan-waiver-is-incorrect-and-very-unfortunate-says-kumarswamy
  • Home
  • Featured
  • PM મોદીને મજાક કરવી ભારે પડી, કુમારસ્વામીએ આપ્યો ‘12 મુદ્દા’માં સણસણતો જવાબ

PM મોદીને મજાક કરવી ભારે પડી, કુમારસ્વામીએ આપ્યો ‘12 મુદ્દા’માં સણસણતો જવાબ

 | 6:23 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કર્ણાટક સરકારની દેવામાફી યોજનાને ખેડૂતોની સાથે ક્રૂર મજાક ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, 44,000 કરોડ રૂપિયાના દેવામાફીનો લાભ માત્ર 800 ખેડૂતોને મળી શક્યો છે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રવિવારે વડાપ્રધાન દ્વારા દેવામાફી પર આ ટિપ્પણીને ખોટી, અસંવેદનશીલ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને તેમના સવાલોનો મૂંહતોડ જવાબ આપ્યો છે.

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, ખેડૂતોના હિતોના રક્ષણ માટે દેવામાફી અમારી સરકારની પ્રથમ પ્રતિબદ્ધતા છે અને આ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જેના હેઠળ મહત્વપૂર્ણ ચૂકવણી પણ કરવામાં આવી છે, પરંતુ આ દુ:ખદ છે કે વડાપ્રધાનને આમા પણ ક્રૂર મઝાક દેખાઇ રહી છે.

આ યોજના વિશે પાયા સુધી પહોંચ્યા વગર દેશના લોકોને ભ્રમિત કરી રહ્યા છે. માનનીય વડાપ્રધાન કોઇ પણ ખોટી ટિપ્પણી કર્યા પહેલા ખેડૂતોના દેવામાફી સાથે જોડાયેલા તથ્યો અને અપડેટ્સને નોટ કરી શકો છો.

1. ખેડૂતોનું દેવામાફી એક ખુલ્લું પુસ્તક છે અને તેની જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ છે, જ્યારે અન્ય રાજ્યોમાં એવું નથી.

2. કર્ણાટક સરકાર ઇમાનદારીથી ટેક્સ ભરનાર લોકોના પૈસા સાવધાનીથી હેન્ડલ કરી રહી છે, જેથી તે યોગ્ય ખેડૂતો સુધી પહોંચે.

3. અમે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે દરેક અસલી ખેડૂતને તેનો લાભ મળે.

4. તેમાં તમામ પ્રકારના વચેટિયા, ખાસ કરીને કો-ઓપરેટિવ સેક્ટરને અલગ કરવામાં આવ્યા છે.

5. અન્ય રાજ્યોએ પણ અમારા સિસ્ટમમાં દિલસ્પર્શી દેખાડી છે. જેમાં આધાર, લેન્ડ રેકોર્ડ અને રાશન કાર્ડને ઇલેક્ટ્રોનિક પ્રમાણીકરણથી અસલી ખેડૂતોને દેવામાફી સુનિશ્ચિત થઇ શકી છે.

6. અત્યાર સુધી 60,000 ખેડૂતોને 350 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં મળી ચૂક્યા છે.

7. દરેક અઠવાડિયે તે ખેડૂતોની બચત અને લોન ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવી રહી છે.

8. આગામી અઠવાડિયે 1 લાખ ખેડૂતોને 400 કરોડ રૂપિયાની ચૂકવણી થશે.

9. 21 લાખ દેવાદાર ખેડૂતોમાંથી ગત 10 દિવસોમાં 8.5 લાખ ખેડૂતોએ પોતાના આધાર, રાશન કાર્ડ જમા કરાવ્યા છે.

10. અમે જાન્યુઆરી 2019 સુધી તમામ અસલી ખેડૂતોના દેવામાફીનું કામ પુરું કરી નાખીશું.

11. અધિકારીઓએ આ યોજનામાં દિલસ્પર્શી દેખાડી અને તે પ્રાથમિકતાના આધાર પર જાન્યુઆરી સુધી આ કાર્યને પારદર્શી રીતે પુરું કરી આ યોજનાને સફળ બનાવશે.

12. દેવામાફીના પૈસાને જિલ્લાવાર વહેંચણી કરી તેનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન