આ બેંકના ગ્રાહકોની 'ચેક બુક' આ તારીખ બાદ થઇ જશે બેકાર - Sandesh
  • Home
  • Business
  • આ બેંકના ગ્રાહકોની ‘ચેક બુક’ આ તારીખ બાદ થઇ જશે બેકાર

આ બેંકના ગ્રાહકોની ‘ચેક બુક’ આ તારીખ બાદ થઇ જશે બેકાર

 | 4:22 pm IST

જો તમે પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહક છો અને ચેકથી ચૂકવણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. જે પીએનબી ગ્રાહક અત્યારે પણ નૉન સીટીએસ કમ્પ્લાયંસ ચેકથી ચૂકવણી કરે છે, તેઓ જાન્યુઆરી 2019 બાદ આ ચેકનો ઉપીયગ કરી શક્શે નહી. બેંક આવા ચેકોને ડિસઓર્નર કરી દેશે. નવાં સીટીસી કમ્પ્લાયંસ ચેક ભરવામાં સરળ અને સહજ છે. રિઝર્વ બેંકોને નિર્દેશ જાહર કરવામાં આવ્યો છે કે, તેઓ નોન સીટીએસ ચેકને ખતમ કરે.

સીટીએસથી એક બેંકથી બીજી બેંકમાં નથી લઇ જવો પડ્તો ચેક
આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને સીટીએસ વીનાનાં ચેક પરત કરી તેના સ્થાને નવા ચેક લેવા કહ્યું છે. બેંક જાન્યુઆરીથી સીએસટી વીનાનાં ચેક સ્વીકારશે નહી. સીટીએસ એટલે ‘ચેક ટ્રંકેશન સિસ્ટમ’માં ચેકને રિડીમ કરવાનું કામ ખુબ જ જલ્દી થાય છે. આ જ વ્યવસ્થામાં ચેકના સમાશોદન માટે એકત બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂરીયાત હોતી નથી. તેના સમાશોધન માટે માત્ર ઇલેક્ટ્રોનિક પ્રતિ પેશ કરવામાં આવે છે.

જાન્યુઆરી 2019 બાદ કામ નહી કરે ચેક
પીએનબીએ એક અધિક સુચનામાં સીટીએસ વીના સુવિધાવાળો ચેક એક જાન્યુઆરી 2019થી સમાશોધન માટે સ્વીકાર્ય કરવામાં આવશે નહી. બેંકે ગ્રાહકો પાસેથી સીટીએસ સુવિધા વીનાનાં ચેકના સ્થાને બીજો ચેક લેવા માટે કહ્યું છે. આ વ્યવસથામાં ભૌતિક રૂપે ચેકને લાવવા અને લઇ જવાનો ખર્ચો બચે છે. અને સમાસોધનમાં લાગનાર સમયની પણ બચત થાય છે. તેનાથી ગ્રાહકોને સારી સુવિધા મળે છે. આરબીઆઇ એ બેંકોને સીટીએસ સુવિધા આપવાની જ સલાહ આપી છે.