PNB કૌભાંડ: બેંક અધિકારીઓ સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીની અનેક મુલાકાત થઇ...! - Sandesh
  • Home
  • Business
  • PNB કૌભાંડ: બેંક અધિકારીઓ સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીની અનેક મુલાકાત થઇ…!

PNB કૌભાંડ: બેંક અધિકારીઓ સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીની અનેક મુલાકાત થઇ…!

 | 12:49 pm IST

પંજાબ નેશનલ બેન્ક (PNB)માં 11,356 કરોડના ગોટાળાની જાણ થયા બાદ બેન્ક અધિકારીઓની સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીના પ્રતિનિધિઓની અનેક મિટિંગો થઈ. તેમને પૈસા પાછા આપવાનું કહેવામાં આવ્યું.

ગોટાળાની જાણ થયાના ચાર દિવસની અંદર CBI અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ને આની જાણકારી આપી દેવામાં આવી હતી. દિલ્હી અને સ્ટોક એક્સ્ચેન્જને આની સૂચના 10 દિવસ બાદ મળી. આ વિશેના એક્સ્ચેન્જોના સવાલના જવાબમાં બેન્કે જે ફાઇલિંગ આપી એમાં ઘટનાક્રમની પણ જાણકારી આપવામાં આવી છે.

આ ફાઇલિંગ પ્રમાણે બેન્કને 25 જાન્યુઆરીના ગોટાળાની જાણ થઈ. એ પછી 29 જાન્યુઆરીના CBI અને RBIને પણ જણાવવામાં આવ્યું. એક્સચેન્જોને આ વિશે પાંચ ફેબ્રુઆરીના જણાવવામાં આવ્યું.

એક્સ્ચેન્જની ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીની કંપનીઓએ ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર ગોકુલનાથ શેટ્ટી સાથેની મિલીભગતથી ખોટી રીતે 11,356 કરોડ રૂપિયાનો લેટર ઓફ અન્ડરટેકિંગ (LOU) લઈ લીધો હતો. LOU એક પ્રકારની ગેરન્ટી હોય છે. જેના આધારે બીજી બેન્ક લોન આપે છે.

શેટ્ટીના રિટાયર થયા પછી 10 જાન્યુઆરી, 2018ના રોજ નીરવની એક કંપનીએ બ્રેડી હાઉસ બ્રાન્ચમાંથી ગેરન્ટી (LOU)નો આગ્રહ કર્યો, ત્યારે બેન્ક અધિકારીઓએ LOUના બદલામાં 100 ટકા કેશ જમા કરવાનું કહ્યું.

એ સમયે કંપનીએ કહ્યું કે વગર કેશ માર્જિને વર્ષોથી LOU લેતી રહી છે. ત્યારે એની તપાસ કરવામાં આવી અને ગોટાળાની ખબર પડી.