PNB Fraud Case : ED Provisionally attached a factory of Mehul Choksi in Thailand
  • Home
  • Business
  • PNB કૌભાંડમાં EDનો વધુ એક સપાટો, થાઈલેન્ડમાં મેહુલ ચોક્સીને ફટકો

PNB કૌભાંડમાં EDનો વધુ એક સપાટો, થાઈલેન્ડમાં મેહુલ ચોક્સીને ફટકો

 | 7:01 pm IST

દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મોહુલ ચોક્સી વિરૂદ્ધ EDએ વધુ એક આકરી કાર્યવાહીએ કરી છે. પંજાબ નેશનલ બેન્કના 13 હજાર કરોડના ગોટાળાના કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ED) જવેલર મેહુલ ચોકસીના ગીતાજંલિ ગ્રુપની થાઈલેન્ડ સ્થિત 13 કરોડ રૂપિયાની હોટલને એટેચ કરી છે.

ઈડીએ કહ્યું હતું કે PMLAઅંતર્ગત થાઈલેન્ડ સ્થિત હોટલનું નામ એબીક્રેસ્ટ લિમિટેડ છે તેને જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિની કુલ કિંમત 13 કરોડ કરતા વધારે છે. એબીક્રિસ્ટ લિમિટેડ એ ગીતાંજલી ગ્રુપની કંપની છે.

PMLA અંતર્ગત કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર ઈસ્યુ કરવામાં આવેલા રૂપિયા 92.03 કરોડના લેટર ઓફ અન્ડરટેકિંગનો ફાયદો એબીક્રિસ્ટ લિમિટેડને પણ મળ્યો હતો. ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેલી વિવિધ પ્રોપર્ટીની તપાસ દરમિયાન આ હોટલ મેહુલ ચોકસીની હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરીને તેને આજે એટેચ કરવામાં આવી છે. 

મેહુલ ચોક્સી કેસની ઈડીએ PMLA અંતર્ગત તપાસ કરી રહી છે. આ પ્રોપર્ટીની કિંમત 13.14 કરોડ રૂપિયા છે. અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે ઈડીના ઈન્વેસ્ટર્સને હવે થોડા સમયમાં જ વિદેશમાં રહેલી આ પ્રોપર્ટીને એટેચ કરવા માટે કાયદાકીય લેટર્સ રોગેટરીસ મળશે.

ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસી, નિરવ મોદી સહિત વિવિધ પંજાબ નેશનલ બેન્કના કર્મચારીઓની 13000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ અને ઈડીએ આ મામલે ચોકસી અને નીરવ મોદી વિરુદ્ધ કેસ કર્યા બાદ બંને ભાગેડું છે. હાલ મેહુલ ચોકસી એન્ટીગુઆમાં હોવાની ચર્ચા છે. અત્યાર સુધીમાં પંજાબ નેશનલ બેન્કના ગોટાળામાં 4,765 કરોડ રૂપિયાનું એટેચમેન્ટ કરવામાં આવ્યુ છે. હજી આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન