PNB Fraud Case: Haribhai Parathibhai Chaudhary
  • Home
  • Featured
  • PNB કૌભાંડમાં હરિભાઇ ચૌધરીનું નામ આવતા BJPમાં ખળભળાટ

PNB કૌભાંડમાં હરિભાઇ ચૌધરીનું નામ આવતા BJPમાં ખળભળાટ

 | 1:52 pm IST

PNB કૌભાંડ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. CBIનાં ઑફિસરે સુપ્રીમ કૉર્ટમાં મોટો ધડાકો કરતા બીજેપીમાં ભૂકંપ મચી ગયો છે. CBIનાં ઑફિસરે સુપ્રીમ કૉર્ટમાં ધડાકો કરતા કેન્દ્ર સરકારમાં કોલસા ખાણ મંત્રાલયના રાજ્યકક્ષાનાં મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાનો આક્ષેપ મુક્યો છે. CBIનાં ઑફિસરના મતે જૂન 2018માં પ્રથમ સપ્તાહમાં લાંચ આપવામાં આવી હતી. હરિભાઈ ચૌધરીએ 2 કરોડની લાંચ લીધાનો આરોપ છે. હરિભાઇનું નામ આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. પીટીશનમાં અમદાવાદના વિપુલ નામની વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. 

સીબીઆઈ પીએનબી કૌભાંડ કેસમાં અલગ-અલગ તપાસ ચલાવી રહ્યાં છે. સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિન્હાએ એક પીટીશન દાખલ કરી છે તેમાં બે કરોડની લાંચનો ઉલ્લેખ કર્યો છે. પીટીશનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે હરિભાઇ ચૌધરી એ બે કરોડની લાંચ લીધી છે. આ કેસમાં સતીષભાઇ સનાનું પણ નામ છે. ઉલ્લેખનીય છે કે સતીશ સના હૈદ્રાબાદના મોટા બિઝનેસમેન છે. તેઓ સીબીઆઈ સાથે સંકળાયેલા વચેટિયા પણ છે. સતીશ સના દેશના સૌથી મોટા મીટના વેપારી પણ છે. સતીષ સનાનું નામ સીબીઆઈના રાકેશ અસ્થાના કેસમાં પણ આવ્યું હતું.

પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં કરોડોનું ફૂલેકું ફેરવી મેહુલ ચોકસી અને નીરવ મોદી દેશમાંથી ભાગી ગયા છે.