નીરવ મોદીના લીધે PNBને બેવડો માર, બેન્કની ખોટનો આંકડો જાણી અચંબામાં પડી જશો.. - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નીરવ મોદીના લીધે PNBને બેવડો માર, બેન્કની ખોટનો આંકડો જાણી અચંબામાં પડી જશો..

નીરવ મોદીના લીધે PNBને બેવડો માર, બેન્કની ખોટનો આંકડો જાણી અચંબામાં પડી જશો..

 | 2:44 pm IST

હવે પંજાબ નેશનલ બેન્ક પર નીરવ મોદીના કૌભંડની અસર જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ કારણે 2017-18ના છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ક્વાર્ટરમાં રૂ. 13417 કરોડની ખોટ નોંધાવી છે. આ ખોટ આખા વર્ષ દરમિયાન બેન્કે નોંધાવેલી નાણાંકીય ખોટ કરતા પણ વધારે છે. નાણાંકીય વર્ષ દરમિયાન બેન્કની ખોટ રૂ.12283 કરોડ હતી.

છેલ્લા ક્વાર્ટરમાં રૂ.13417 કરોડ ખોટના પગલે બેન્કે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2016 દરમિયાન બેંકે રૂ. 5000 કરોડની ખોટ કરી હતી.આ રેકોર્ડ નીરવ મોદીના પ્રતાપે તુટી ગયો છે. 2016-17માં પંજાબ નેશનલ બેન્કે 1324 કરોડનો નફો કર્યો હતો. બેંકે RBIની તાકીદ પ્રમાણે નીરવ મોદી સ્કેમના કારણે રૂ.7178 કરોડનુ પ્રોવિઝનિંગ કરવાનુ છે.આ સંજોગોમાં આગામી નવ મહિના સુધી બેન્ક નફો કરે તેવી પણ કોઈ શક્યતા નથી.

પંજાબ નેશનલ બેંકની બેડ લોન એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ માર્ચ 2018ના અંતે વધીને રૂ. 86620 કરોડ પર પહોંચી છે. એક વર્ષ પહેલા આ આંકડો રૂ.55370 કરોડ હતો. પંજાબ નેશનલ બેંકે હવે પોતાની નોન કોર એસેટ્સ વેચીને નુકસાન સરભર કરવાનુ નક્કી કર્યુ છે. બેંક પોતાની લાઈફ ઈન્સ્યોરન્સ કંપની PNB મેટલાઈફના પણ 4 ટકા શેર વેચવા માંગે છે. કંપનીએ કરેલી જંગી ખોટના કારણે બેંકના શેર પણ 11 મહિનાના સૌથી નીચા સ્તર પર આવી ગયા છે.કંપનીના શેરની કિંમતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે.