PNB કૌભાંડ: આરોપી મેહુલ ચોકસીએ પહેલી વખત ભારત ના આવવા અંગે મૌન તોડતા કહ્યું કે... - Sandesh
  • Home
  • Business
  • PNB કૌભાંડ: આરોપી મેહુલ ચોકસીએ પહેલી વખત ભારત ના આવવા અંગે મૌન તોડતા કહ્યું કે…

PNB કૌભાંડ: આરોપી મેહુલ ચોકસીએ પહેલી વખત ભારત ના આવવા અંગે મૌન તોડતા કહ્યું કે…

 | 2:18 pm IST

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં પહેલી વખત આરોપી મેહુલ ચોકસીએ પોતાનું મૌન તોડ્યું છે. મેહુલ ચોક્સીએ સીબીઆઈને જવાબ આપ્યો છે કે તેઓ હજુ પોતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના લીધે મુસાફરી કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે તેમને હૃદયની બીમારી છે, તેની સારવાર આ વર્ષે ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં જ થઇ છે અને હજુ ચાલી રહી છે. આપને જણાવી દઇએ કે મેહુલ ચોકસી હીરાના બિઝનેસમેન નીરવ મોદીના ભાગીદાર છે. આ મામા-ભાણિયા ઉપર અંદાજે 12400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે.

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ સીબીઆઈને પૂછયું છે કે તેમનો પાસપોર્ટ કેમ સસ્પેન્ડ કરાયો છે, આ અંગે જ્યારે મેં જાણવા માટે આરપીઓ મુંબઇથી માહિતી લેવાની કોશિષ કરી તો મને કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે હું પૂછવા માંગું છું કે હું કંઇ રીતે ભારતની સુરક્ષા માટે ખતરો છે અને મારો પાસપોર્ટ કેમ સસ્પેન્ડ કરાયો છે.

આપને જણાવી દઇએ કે ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસીની વિરૂદ્ધ વોરંટ રજૂ કરાયું છ. બુધવારના રોજ નીરવ મોદી પર સીબીઆઈએ વધુ એક એફઆઇઆર નોંધી છે.

આની પહેલાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ગોટાળાના મુખ્ય આરોપી હીરાના વેપારી નીરવ મોદીએ સીબીઆઈ તપાસમાં સહયોગ આપવાની ના પાડી દીધી છે. સીબીઆઈએ મોદીને બે અબજ ડોલરના કથિત ગોટાળામાં તેમની સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. નીરવ મોદીએ પોતાના કામકાજની વ્યવસ્તતાનો હવાલો આપતા સીબીઆઈની સમક્ષ રજૂ થવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.