PNB Scam: ED attached Rs. 24.77 crore properties of accused Mehul Choksi
  • Home
  • Business
  • PNB સ્કેમઃ મેહુલ ચોક્સી પર EDએ કરી આકરી કાર્યવાહી, 24 કરોડની સંપત્તિ કરી જપ્ત

PNB સ્કેમઃ મેહુલ ચોક્સી પર EDએ કરી આકરી કાર્યવાહી, 24 કરોડની સંપત્તિ કરી જપ્ત

 | 7:01 pm IST

પ્રવર્તન નિર્દેશાલયે પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલે ભાગેડુ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. દુબઈ સ્થિત ત્રણ સંપત્તિઓ પર ઈડીની નજર હતી, જેનું મૂલ્ય 24 કરોડ છે. 13 હજાર કરોડના આ સ્કેમમાં સહ આરોપી મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે. ભારત સરકાર મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે.

મેહુલ ચોક્સી સામે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ કાર્યવાહી થઈ રહી છે. હાલમાં જ એન્ટીગુઆના વડા પ્રદાન ગ્રેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરવાનું એલાન કર્યું હતું. તેમણે આ પહલું ભારતના દબાણ બાદ ઉઠાવ્યું હતું.

પીએનબી સ્કેમ હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડ રૂપિયાના ઘોટાળાનો આરોપ છે. આ મામલો 2018માં સામે આવ્યો હતો, ત્યારથી વિપક્ષ આ મુદ્દાને લઈ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

તો મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ મામલે સરકારી સૂત્રોનું માનીએ તો, ભારત હજુ પણ રાહ જોઈ રહ્યું છે કે, પહેલાં એન્ટિગુઆની તમામ કાનૂની પ્રક્રિયા ખતમ થાય, તે બાદ જ પોતાના સ્તરે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન