રદ્દ થયેલા પાસપોર્ટ પર ત્રણ દેશોની મુસાફરી કરી નીરવ મોદી બ્રિટનથી પણ ફરાર? - Sandesh
NIFTY 10,778.85 -77.85  |  SENSEX 35,506.96 +-232.20  |  USD 67.6900 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રદ્દ થયેલા પાસપોર્ટ પર ત્રણ દેશોની મુસાફરી કરી નીરવ મોદી બ્રિટનથી પણ ફરાર?

રદ્દ થયેલા પાસપોર્ટ પર ત્રણ દેશોની મુસાફરી કરી નીરવ મોદી બ્રિટનથી પણ ફરાર?

 | 12:06 pm IST

કરોડોનું કૌભાંડ કરી દેશમાંથી ફરાર થયેલા નીરવ મોદીના લંડનમાં હોવાની વાત સામે આવ્યા પછી મંગળવારે અથવા બુધવાર તેમના બ્રસેલ્સ ભાગવાની વાતો સામે આવી રહી છે. ભારતમાં સૌથી મોટા PNB બેન્કિંગ કૌભાંડ પછી નીરવ મોદી બ્રિટનની અંદર અને બહાર સરળતાથી ફરતા જોવા મળ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે નીરવ બ્રસેલ્સ ભારતના પાસપોર્ટ પર નહીં પરંતુ સિંગાપુરના પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે. જ્યારે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે નીરવ મોદી ભારતના રદ્દ થયેલા પાસપોર્ટ પર જ મુસાફરી કરી રહ્યો છે. પરંતુ ઘણાં દેશોને તેના અંગે જાણકારી નથી તેથી તે કોઈ પણ વિવાદ વગર મુસાફરી કરી રહ્યો છે.

સોમવારે CBIને ઈન્ટરપોલ પાસે નીરવ મોદી અને તેના ભાઈ નિશાલ વિરૂધ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની માંગણી કરી હતી. નીરવનો ભાઈ બેલ્જિયમનો નાગરિક છે. મંગળવારે મુંબઈની સ્પેશ્યલ કોર્ટે નીરવ મોદી અને તેના પરિવારના સભ્યો વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરી દીધું છે. નીરવ મોદીએ અત્યાર સુધીમાં અમેરિકા, હોંગકોંગ અને બ્રિટનનો પ્રવાસ કર્યો છે.

આ તરફ એવું પણ સામે આવી રહ્યું છેકે, ઈન્ટરપોલે ભારત સરકારને જાણકારી આપી છેકે 31 માર્ચ પછી નીરવ મોદીનો પાસપોર્ટની કોઇ પણ ગતિવિધિ જોવા મળી નથી. તેથી તે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો નથી તેમ કહી શકાય. પરંતુ જો તે સિંગાપુરના પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો છે તો ભારત સરકાર કોઈ જ પગલાં ભરી શકે નહીં કારણ કે તેના પર બિનજામીનપાત્ર વોરન્ટ ભારતીય પાસપોર્ટ વિરૂધ્ધ છે.

લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તે આપેલ માહિતી અનુસાર, નીરવ મોદી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરે છે કે નહીં તે અંગે કોઈ જ માહિતી નથી. જેના માટે યુકેના ગૃહમંત્રાલય પાસે જવાબ માંગવામાં આવી શકે છે.

નીરવ મોદી કોઈ પણ પાસપોર્ટનો ઉપયોગ કરતાં હોય પરંતુ ભારત સરકાર તેના વિરૂધ્ધ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે કહી શકે છે. કારણ કે તેના સસ્પેન્ડેડ પાસપોર્ટ અંગે કદાચ તમામ દેશોને માહિતી ન પણ મળી હોય. આ માટે હવે ઈન્ટરપોલ ખાસ તૈયારી કરી રહ્યું છે.