કૌભાંડોને છુપાવવા નીરવ મોદીએ ચાલી હતી આ ચાલ, કરી'તી 'ખજૂરાહો વાળી' - Sandesh
  • Home
  • Business
  • કૌભાંડોને છુપાવવા નીરવ મોદીએ ચાલી હતી આ ચાલ, કરી’તી ‘ખજૂરાહો વાળી’

કૌભાંડોને છુપાવવા નીરવ મોદીએ ચાલી હતી આ ચાલ, કરી’તી ‘ખજૂરાહો વાળી’

 | 3:43 pm IST

બેંકો સાથે સમજી વિચારીને સાજિસ રચનારા હીરાના વેપારી નિરવ મોદીએ આચરેલા રૂ.13000 કરોડના કૌભાંડમાં નવી જ જાણકારી સામે આવી છે. જેમાં કૌભાંડોને અંજામ આપ્યા પછી તે વિશે માહિતી બહાર આવતા જ સીબીઆઈએ કેસ દાખલ કરી દીધો હતો. આમછતાં નીરવ મોદીએ ‘ખજૂરાહો વાળી’ કરતાં એવી ચાલ ચાલી હતી કે સીબીઆઈ પણ તેને પકડી શકી નહોતી. નીરવ મોદીએ પોતાના નાના ભાઈ સહિત પોતાની તમામ 6 કંપનીના ડમી ડાયરેક્ટરોને હોંગકોંગથી કાહિરા શિફ્ટ કરી દીધાં હતા.  હોંગકોંગ સ્થિત એક ડમી કંપની અનુરાગનના ડાયરેક્ટર દિવ્યેશ ગાંધીએ દાવો કર્યો છે કે તે આ તમામ 6 નકલી કંપનીઓના એકાઉન્ટ જોતા હતા.

દિવ્યેશે કહ્યું કે કૌભાંડ બહાર આવ્યા બાદ અમેરિકામાં રહેતા નીરવ મોદીના સાવકા ભાઈ નેહલ મોદીએ તમામ ડાયરેક્ટર્સના મોબાઈલ ફોન તોડી નાંખ્યા. એ પછી તેમને હોંગકોંગથી કાહિરા શિફ્ટ કરી દીધાં હતા. દિવ્યેશ આ મામલામાં આરોપી નથી. તેને તપાસ એજન્સીઓએ સાક્ષી બનાવ્યો છે.

દિવ્યેશે એમ પણ કહ્યું કે નીરવની શેલ કંપનીઓના કર્મચારીઓના સ્વતઃ સમાપ્ત થનારી ઈમેલ સર્વિસના માધ્યમથી સંદિગ્ધ લેણદેણને લઈને પણ નિર્દેશ આપ્યો હતો. આ ઈમેલ એક નિશ્રિત સમય પછી જાતે જ ડિલીટ થઈ જાય છે અને પોતાની પાછળ કોઈ પુરાવા નથી છોડતું. સાક્ષી બનેલા દિવ્યેશે જણાવ્યું કે આ શેલ કંપનીઓ અને નીરવના અંકલ  મેહુલ ચોક્સીની ડમી કંપનીઓની વચ્ચે નાણાંકિય લેણદેણ પણ થઈ હતી. દિવ્યેશે કહ્યું કે જો કે હોંગકોંગની આ છ કંપનીઓના સરનામા અલગ અલગ હતા. પણ બેંકિંગ, ખરીદ-વેચાણ, આયાત- નિકાસથી સંબંધિત દસ્તાવેજ એક જગ્યાએ જ બનાવવામાં આવતા હતા.

સાક્ષીનું આ નિવેદન ઈડીની ચાર્જસીટનો હિસ્સો છે. જે બેંકિંગ કૌભાંડ અને મની લોન્ડરિંગના આ મામલામાં વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવી છે. ચાર્જસીટમાં આ વાત પણ નોંધવામાં આવી છે કે પીએનબીથી નકલી એલઓયુના માધ્યમથી દુબઈ અને હોંગકોંગ સ્થિત શેલ કંપનીઓના એકાઉન્ટમાં નીરવ મોદીને પૈસા મળ્યા. નીરવના આ પૈસાનો એક ભાગ પોતાના પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યો અને બાકીના પૈસાથી પેન્ડિંગ પડી રહેલા એલઓયુનું ચુકવણું કર્યું.

એક અધિકારીએ જણાવ્યું કે દરેક વખતે નીરવ મોદીએ મોટી રકમ વાળા એલઓયુની અરજી આપી જેથી તે પહેલાના એલઓયુની ચુકવણી કરી શકે અને બચેલા પૈસા બિઝનેસ એક્ટિવિટીમાં લગાવી શકે. અધિકારી અનુસાર તેણે બેંકિંગ અધિકારીઓ, આયાત-નિકાસ બિઝનેસના નકલી કાગળો દેખાડીને હૈયાધારણ આપી હતી. ભારત સ્થિત કંપનીઓ સોલર એક્સપોર્ટ્સ, સ્ટેલર ડાયમંડ, ડાયમંડ ઓર યુએસ, ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ અને દુબઈ કે હોંગકોંગ સ્થિત ડમી કંપનીઓના માધ્યમથી મની લોન્ડરિંગ કર્યું હતું.

કેટલાંક ડમી ડાયરેક્ટર્સને તેમના નામનો ઉપયોગ કરવા દેવા માટે રૂ.8000 પ્રતિ મહિને જેવી મામૂલી રકમની ચુકવણી કરવામાં આવી. દિવ્યેશ ગાંધીએ જણાવ્યું કે એકવાર ક્રેડિટટ રિલીઝ થયા પછી નીરવ અને તેના સહયોગીઓએ હીરાના વેપારીને ઈશારે આગળની ક્રેડિટ અને પૈસાનો ફ્લો મેનેજ કર્યો. આ વચ્ચે એક સ્પેશિયલ પીએમએલએ કોર્ટે મંગળવારે ઈડીની ચાર્જસીટ પરથી ધડો લઈને નીરવ મોદી, તેના ભાઈ, પિતા, બહેન અને જીજા સહિત અન્યની વિરુદ્ધ વોરન્ટ જારી કર્યું છે.