PNG bills of middle class families will go up, CNG will go up further
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મધ્યમવર્ગીય પરિવારોનું PNGનું બીલ વધી જશે, CNGમાં હજુ વધારો આવશે

મધ્યમવર્ગીય પરિવારોનું PNGનું બીલ વધી જશે, CNGમાં હજુ વધારો આવશે

 | 7:23 am IST
  • Share

  • અદાણી ગેસ દ્વારા CNGમાં રૂ.૧.૬૩નો, PNGમાં રૂ.૭૦નો વધારો
  • ૧લી ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવ વધ્યા બાદ સપ્તાહમાં ત્રીજી વખત વધારો ઝીંક્યો
  • સીએનજીના ભાવ વધારવામાં પેટ્રોલની સ્ટ્રેટેજીનો ઉપયોગ


નેચરલ ગેસના ભાવમાં વધારા બાદ સ્થાનિક ગેસ કંપની અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઓક્ટોબર માસમાં જ આજે ત્રીજી વખત રૂ.૧.૬૩નો વધારો ઝીંકવામાં આવ્યો છે. મે માસથી આજના સહિત કંપનીએ સીએનજીના ભાવ છઠ્ઠી વખત વધાર્યા છે. સીએનજીની સાથે સાથે પીએનજીના ભાવમાં પણ રૂ.૭૦નો વધારો ઝીંકાતા મધ્યમવર્ગીય પરિવારોને ગેસનું વધુ બીલ ભોગવવું પડશે.

અદાણી ગેસ દ્વારા તા.૧૧ના રોજથી અમલમાં આવે તે રીતે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ દીઠ રૂ.૧.૬૩નો ભાવ વધારો કરાતા ભાવ રૂ.૫૯.૮૬થી વધીને રૂ.૬૧.૪૯ પૈસા થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં ૧.૬૦ એમએમબીટીયુ સુધીના વપરાશ માટે રૂ.૭૦નો વધારો કરાતા નવો ભાવ રૂ.૧,૦૬૧.૨૦ પૈસા રહેશે. જ્યારે ૧.૬૦ એમએમબીટીયુથી વપરાશ વધે તો તેમાં રૂ.૮૪નો વધારો કરાતા નવો ભાવ રૂ.૧,૨૭૩.૪૪ પૈસા રહેશે. અદાણી ગેસ દ્વારા ૧લી ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ ૨ અને ૬ ઓક્ટોબરે વધારો કરાયો હતો ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે. ગુજરાત ગેસના પીએનજીનો ભાવ રૂ.૨૯ પડે છે જ્યારે અદાણી પીએનજીનો ભાવ રૂ.૪૫ થી ૫૦ વચ્ચે પડશે.

સીએનજીના ભાવ વધારવામાં પેટ્રોલની સ્ટ્રેટેજીનો ઉપયોગ

ગેસ બજારના વર્તુળોના જણાવ્યા મુજબ વૈશ્વિક લેવલે ગરમીનું પ્રમાણ વધવાના કારણે ગેસનો વપરાશ વધતા ભાવ ઉંચકાયા છે. પરંતુ ગરમી ઘટી જશે ત્યારબાદ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો આવવાનો જ છે. નેચરલ ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો આવ્યો છે.

જો એકસાથે આ વધારો ગ્રાહકો પર નાખવામાં આવે તો ઉહાપોહ મચી જાય. તેના કારણે ગેસની કિંમત વધારવામાં પેટ્રોલની સ્ટ્રેટેજી વાપરવામાં આવી છે. મતલબ સીએનજીના ભાવ એકસાથે નહીં પણ ધીમે ધીમે ભાવ વધારવા. તેના ભાગરૂપે સીએનજીમાં હજુ પણ ભાવ વધારો તોળાઈ રહ્યો છે. જો કે પીએનજીમાં વધારો થાય છે તેની સામે અમુક વર્ગમાં નારાજગી છે. કેમકે તેનાથી ઘરખર્ચમાં ખાસ્સો વધારો થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો