POCSO Act to protect children from offences of sexual assault
  • Home
  • Supplements
  • Nari
  • ‘પોક્સો’નો કાયદો અને જાતીય ગુનાઓ સામે રક્ષણ

‘પોક્સો’નો કાયદો અને જાતીય ગુનાઓ સામે રક્ષણ

 | 7:45 pm IST
  • Share

પોક્સોનો કાયદો જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપવા માટે ખાસ બનાવાયો છે

પોક્સોએટલે કેધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, 2012‘. 2012માં ભારતની કેન્દ્ર સરકારે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો કાયદો ઘડયો જે 14 નવેમ્બર, 2012થી અમલમાં આવ્યો.

આ કાયદો બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી અને અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે બનાવાયો અને તેને માટે વિશિષ્ટ અદાલતો પણ પ્રસ્થાપિત કરાઈ. આ કાયદો બાળકો માટે ખાસ બનાવાયો છે, કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ15ના ક્લોઝ (3) પ્રમાણે બંધારણે રાજ્યને બાળકો માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપી છે.  

બાળકના અનુકૂળ વિકાસ માટે એ આવશ્યક બને છે કે, તે અથવા તેણીના ગુપ્તતા અને અંગતતાના અધિકારને દરેક વ્યક્તિ દ્વારા દરેક ઉપાયો દ્વારા, ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે કે જેમાં બાળક સંલગ્ન હોય, તેને રક્ષણ અને આદર આપવાનાં રહેશે. બાળકની શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક તંદુરસ્તી અને સામાજિક વિકાસની ખાતરી માટે, દરેક સ્તરે તેના સર્વોત્તમ હિત અને તેની સુખાકારી/સમૃદ્ધિ સંદર્ભે બાળકની સર્વોપરિતાને મહત્ત્વ આપતો આ કાયદો છે.  

આ કાયદામાં જાતીય સતામણી અને જાતીય હુમલાના બાળકો જોડે થતા ગુનાઓને લગતી અનેક જોગવાઈઓને વિસ્તારપૂર્ણ આવરી લીધી છે. સૌ પહેલાં તો બાળકની વ્યાખ્યા આપી છે. આ કાયદા નીચેબાળકએટલે કે કોઈપણ વ્યક્તિ જેણે 18 વર્ષ પૂરાં કર્યાં ન હોય તે. ‘ઘરમાં સાથે રહેવુંનો અર્થ આ કાયદાએ એવો કર્યો છે કે ઘર એટલે એવું ઘર કે જેમાં આરોપી વ્યક્તિ બાળક સાથે ઘરેલુ સગપણમાં કોઈપણ સમયે સાથે રહ્યો હોય અથવા રહેતો હોય. ‘જાતીય હુમલોઅનેજાતીય સતામણીઆ બંને ગુનાને આ કાયદાએ સાંકળી લીધા છે.

અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકોનો ઉપયોગજે કરવામાં આવે છે તેને પણ આ કાયદા નીચે ગુનો ગણવામાં આવ્યો છે. આ ત્રણેય ગુના કરનાર માટે સખ્ત શિક્ષાની જોગવાઈ છે અને આ ત્રણેય ગુના આચરવામાં જે મદદકર્તા હોય તેની મદદગારી અંગે પણ શિક્ષાની જોગવાઈ છે.

આ ગુનાઓ ક્યાં નોંધવા તે અંગે શું કાર્યવાહી થવી જોઈએ. ગુનામાં જે બાળક ઉપર જાતીય હુમલો કે જાતીય સતામણી થઈ હોય તે બાળકનું મેજિસ્ટ્રેટ દ્વારા નિવેદન કેવી રીતે નોંધાવું જોઈએ, આવાં બાળક કે બાળકીની તબીબી તપાસ કેવી રીતે થવી જોઈએ અને આવા કેસો કઈ વિશેષ અદાલતોમાં ચાલવા જોઈએ તે અંગે પણ આ કાયદામાં જોગવાઈ કરેલી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો