કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 12:06 am IST

યાદ વહે છે નિરંતર’

સૂરજને રોજ ઊગીને ડૂબવાની આદત છે.

અમાસે નિત ચંદ્રને ખોવાઇ જવાની આદત છે

વસંત પહેલાં ઝાડને સુકાઇ જવાની આદત છે

ખૂબ રાહ જોવાય ત્યારે વરસાદને રીસાવાની આદત છે

મૌસમનેય સમયે બદલાઇ જવાની આદત છે

ફૂલોનેય થોડા સમયે કરમાઇ જવાની આદત છે

ઉનાળે સરોવરને સુકાઇ જવાની આદત છે

તું મોંઘો માણસ છે તેથી ડરીસાઇ જવાની આદત છે

તારી યાદોનેય મારા શ્વાસે રહેવાની આદત છે

મને સદાય સવાર-સાંજ યાદ કરવાની આદત છે

હું ખૂબ લખીશ તોય તને દર્દ મોકલવાની આદત છે

વરસે વરસાદ તારા આંગણે આ

આંખને ટપકવાની આદત છે

કાયમ ફ્રિયાદ છે મારીને તને ભૂલવાની આદત છે

મારી લાગણી છે અભણ તેથી

મને યાદ કરવાની આદત છે

  • મીત, (સુરત)

જલસવારી

આ કલમથી હારવાનું મન થયું છે,

આંસુઓને સારવાનું મન થયું છે.

રાતભર સાથે રડીને જામ થાક્યો,

આગ જાણે ઠારવાનું મન થયું છે.

ભાન ભૂલું પ્રિય સાજન જો મળે તો,

આજ મધને માણવાનું મન થયું છે.

મખમલી ઇચ્છા જરા સી સળવળે ને,

હરઘડીને પાળવાનું મન થયું છે.

આસમાને ઝૂમતા તારલાઓ,

રાત આભે માણવાનું મન થયું છે.

ડોલતી નૌકા હવા સાથે રમે ને,

જલસવારી ધારવાનું મન થયું છે.

  • દર્શિતા શાહ, (અમદાવાદ)

નમસ્તે કરતાં શીખો દોસ્તો  

નમસ્તે કરતા શીખો…

તાવના ત્રણ દિવસ ને હોય લાંબી ખાંસી

પહોંચો સીધા દવાખાને

વિચારો મૂકો વાસી

ટેવ પાડો હાથ ધોવાની મોઢા પર

માસ્ક પહેરવાની

પહેરો મોજા બેફ્કિર ફ્કિર કરો

હાથનાં ટેરવાંની

ખાંસીવાળી વ્યક્તિ આવ ઓરી ના

મહામારી બની ગયો

આ રોગ હવે કોરોના

નમસ્તે કરતાં શીખો દોસ્તો

નમસ્તે કરતાં શીખો

  • દેવાંગ વાજા (બાબરા)

તું મારી આવતીકાલ બની જા

મારા આકાશમાં પ્રવેશી ,

તું મારી રોશની બની જા…

મારા શબ્દોમાં પ્રવેશી,

તું મારું ગીત બની જા…

મારા શ્વાસમાં પ્રવેશી,

તું મારું જીવન બની જા…

મારી લકીરમાં પ્રવેશી,

તું મારું નસીબ બની જા…

મારી કલ્પનામાં પ્રવેશી,

તું મારી હકીકત બની જા…

મારા પ્રશ્નોમાં પ્રવેશી,

તું એનો જવાબ બની જા…

મારી કવિતામાં પ્રવેશી,

તું મારો સાથ બની જા…

મારા સફ્રમાં પ્રવેશી,

તું મારી હમસફ્ર બની જા…

મારા જીવનમાં પ્રવેશી ,

તું એનો આધાર બની જા …

મારા પ્રેમમાં પ્રવેશી,

તું એનું ઝરણું બની જા…

મારી કલમમાં પ્રવેશી,

તું મારી ગઝલ બની જા…

  • દર્શિતા અઢિયા, (રાજકોટ)

હું કોણ છું?

મન ભરીને ન માણ્યું બચપણ

જોતજોતામાં ત્યાં થયું સગપણ

સાસરી- પિયરની ખેંચતાણ હું

નથી ખબર કે હું કોણ છું?

ચારિત્ર્યનું મપાતું પરિમાણ હું

મહાભારતનું ખેલાતું ઘમસાણ હું

એ જ વિચારથી બેભાન હું

નથી ખબર કે હું કોણ છું?

પતિદેવનો અતૂટ વિશ્વાસ હું

સંતાનોના સંસ્કારનો ક્યાસ હું

નોકરીચાકરીથી બેહાલ હું

નથી ખબર કે હું કોણ છું?

સંબંધોની વહેતી સરવાણી મારી

વ્રત -તપ- બાધા જાણે જવાબદારી

દુઃખ સમયે બાદબાકી મારી

નથી ખબર કે હું કોણ છું?

રસોઇઘર શોધે સરનામું મારું

તુજ વિના પથરાતું ક્ષુધા અંધારું

જબ્બર ભૂખ, ના પૂછનારું

નથી ખબર કે હું કોણ છું?

ઓરતા અધૂરા ઢાળતી ક્ષિતિજ સાંજે

ખુદને ભીલી, જીવી જિંદગી પરકાજે

‘મહેશ’ વર્ણવે નારીવ્યથા આજે

નથી ખબર કે હું કોણ છું?

  • મન્શારામ સુથાર (કાલોલ)

દ્વિધા

ટોળામાં ફ્રતી કીડીઓ અને

એક કતારમાં ઊડતાં કબૂતરો,

માળામાં રહેતી ચકલીઓ અને

દરમાં રહેતાં ઉંદરો,

રણમાં ફ્રતું ઊંટોનું ટોળું અને

તળાવમાં તરતી માછલીઓનું ઝુંડ,

ઢગલામાં પડેલ રેતીનો દરેક કણ અને

ફુલદાનીમાં સજાવેલ દરેક પુષ્પ,

માળામાં પરોવેલા દરેક મોતી અને

સાવરણીમાં સંકળાયેલ દરેક સળી,

સૌ એક સાથે છે, પણ સૌને દ્વિધા છે!

હું તેના લીધે કે તે મારા લીધે?

એ મારું છે કે હું એનો છું?

સાથે રહેતા એક યુગલને પણ દ્વિધા છે!

એ મારા છે કે માત્ર મારું લાગે છે??

કારણ કે, મારું લાગવામાં અને મારું હોવામાં

દિમાગ અને દિલના સંબંધોની મહોર જોઇએ!

તુંજનું અસ્તિત્વ સ્વીકારવા

મારું નામશેષ થઇ જવું, એ તારું મારું હોવાનો અહેસાસ છે !!

  • યાત્રી ઠક્કર, (નડિયાદ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન