કબીરવાણી - Sandesh

કબીરવાણી

 | 1:30 am IST

ભૌ મરજાદ બહુત સુખ લાગા, યહિ લેખૈ સબ સંશય ભાગા ।

દેખત ઉતપતિ લાગુ ન બારા, એક મરે એક કરે બિચારા ।। ૫ ।।

શબ્દાર્થ :

ભૌઃ મુરજાદઃ પ્રતિષ્ઠા, બહુતઃ અત્યંત, સુખ : આનંદ, લાગા : લાગ્યું, પ્રતીતિ થઈ, યહિ લેખઃ એના વિચારથી, સબ સંશયઃ સર્વ પ્રકારના સંશય, ભાગાઃ ચાલી ગયા, દેખતઃ જોતા-જોતા, ઉતપતિઃ ઉત્પત્તિ થવામાં, લાગુ ન વારાઃ વાર લાગી નહિ, એક મરૈ છે, એક કરે વિચારાઃ બીજો એક ત્યારે વિચાર કરે છે.

વાક્યાર્થ :

ઉપર દર્શાવેલા તત્ત્વ વિચારોથી મુમુક્ષુઓની પ્રતિષ્ઠા થઈ, અને એમના મનમાં આનંદ ફેલાયો. એમના સર્વ સંશયો દૂર થઈ ગયા, પરંતુ અદ્વૈત બ્રહ્મના ઉપદેશ કરનારા સાચા ગુરુ ન મળવાથી એમના આત્મા સંબંધીના સંશયો દૂર ન થયા. પરિણામ એ આવ્યું કે, એમના જોતાં-જોતાં ઉત્પત્તિ થવામાં વિલંબ ન લાગ્યો. અર્થાત્ જ્ઞાાન ન હોવાથી ફરી જન્મ લેવો પડયો. જ્યારે ઉપર જણાવેલા મુમુક્ષુઓની આવી હાલત છે તો પછી બીજાઓની તો વાત જ શી? આ પ્રમાણે સંસારના સર્વ જીવો જન્મતા અને મરતા રહે છે. એક મરે છે અને બીજો વિચાર કરે છે કે, હું પણ મરી જ જઈશ, કે હું સદા રહીશ અને મારી સંપત્તિ પણ હંમેશ રહેશે. આ જ આૃર્ય છે. મહાભારતના યુધિષ્ઠિર સંવાદમાં યક્ષના પ્રશ્નો ઉત્તર આપતાં કહે છે, મોટા-મોટા પરાક્રમીઓ આ સંસારની સંપત્તિ છોડીને ચાલી ગયા છે, તો હું સદા કેવી રીતે રહેવાનો? અને એ સંપત્તિ પણ મારી પાસે કેવી રીતે રહેવાની?

સુવિચાર

આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, ખુશ રહેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઇએ