કબીરવાણી - Sandesh

કબીરવાણી

 | 1:05 am IST

વૈદેક પુત્રી સ્મ્રિતિ ભઈ,

સૌ જે વરિ કર

લેતહિ આઈ ।

આપુહિ બરિ આપુન

ગર બંધા,

ઝૂંઠા મોહ કાલ કા ફંદા ।।

સદ્ગુરુ કહે છે કે, સ્મૃતિ પણ વેદની પુત્રી છે. એટલે તે પણ વેદની માફક ગંભીર છે. વિચારહીન પુરુષને અક્ષરાર્થ જ્ઞાન માત્રથી સાચું જ્ઞાન થવાનો સંભવ નથી. તે પોતાના હાથમાં સકામ કર્મ તથા અનેક પ્રકારના નિયમો વગેરેની દોરી લેતી આવી છે. એનો અભ્યાસ કરનારા વિષયાસક્ત જનોએ એ સકામ કર્મોનો સ્વીકાર કરી લઈને પોતાના ગળામાં જ એ દોરી બાંધી દીધી છે. એથી જીવ મોહમાં ફસાઈ જાય છે અને જન્મ-મરણના ફેરામાં અટવાયા કરે છે.

વિવરણ

વિચારહીન પાખંડી લોકસ્મૃતિનું અક્ષરાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે, પરંતુ મનન વગેરે અન્ય સાધના ન કરે તો તેને મોક્ષહેતુક આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહિ. સ્મૃતિના ભાવ પણ વેદની માફક ગંભીર છે. એ વિવિધ સકામ કર્મો પોતાની સાથે લાવી છે. જેઓ મનન વગેરે કરતા નથી એવા સકામી માણસો લોભવશ સકામ કર્મમાં આસક્ત બની જાય છે. જેથી તેના ગળામાં મોતનો કાળરૂપ ફાંસો પડી જાય છે.

ભાવાર્થ એવો છે કે વેદ અને સ્મૃતિના શબ્દો પકડવાને બદલે એના ભાવાર્થ પર ચિંતન કરીએ તો જ સાચો અર્થ સમજાય અને મુક્તિ મળે. સાચા અર્થની સમજણ એ જ્ઞાન છે અને ચિંતનથી મેળવેલું શ્રદ્ધા સાથેનું જ્ઞાન મનુષ્યને ખરેખર મુક્તિ અપાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન