Point to close Mount Abu Hotel, Museum, Temple, Gurusikhar
  • Home
  • Gujarat
  • માઉન્ટ આબુ ફરવા જતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર, તમામ પર્યટન સ્થળો બંધ

માઉન્ટ આબુ ફરવા જતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર, તમામ પર્યટન સ્થળો બંધ

 | 5:27 pm IST

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કારણે ભયનો માહોલ છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા કોરોના વાયરસને લઇ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. કોરોના વાયરસને લઈ માઉન્ટ આબુમા તંત્ર સતર્ક થયુ છે અને માઉન્ટ આબુની હોટલો, મ્યુઝિયમ, મંદિર, ગુરૂશિખર બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારે જાહેર મેળાવડા ન કરવાની અપીલ કરી છે. ત્યારે માઉન્ટ આબુ ફરવા જતા ગુજરાતી લોકો માટે આ નિરાશા સમાન સમાચાર છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખી જાહેર જનતા માટે તથા પ્રવાસીઓ માટે પર્યટન સ્થળ માઉન્ટ આબુ બંધ કરી દેવામાં આવ્યું છે. માઉન્ટ આબુની હોટલો, મ્યુઝિયમ, મંદિર, ગુરૂશિખર બંધ કરી દેવામાં આવ્યા છે. ભોજનાલયો સહિતના સ્થળો બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે પર્યટકોની સંખ્યામાં સતત ઘટાડો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,’સદ્દનસીબે રાજ્યમાં હજુ સુધી એકપણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ સરકાર વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તે માટે પણ ઘરે બેસીને ટેલિવિઝન ચેનલના માધ્યમથી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે. જો 19 માર્ચ, 2020ના સવારે નવ વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 166 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જેમાંથી 141 ભારતીયો અને 25 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને લીધે ચીકુના ખેડૂતોએ નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન