Police affidavit in Gujarat High court over Ahmedabad Traffic
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની કૉલેજ-યુનિવર્સિટીમાં હેલ્મેટ વિના ‘નો એન્ટ્રી’, પોલીસનું HCમાં સોગંધનામું

અમદાવાદની કૉલેજ-યુનિવર્સિટીમાં હેલ્મેટ વિના ‘નો એન્ટ્રી’, પોલીસનું HCમાં સોગંધનામું

 | 10:23 pm IST
  • Share

  • ટ્રાફિકની સમસ્યા મુદ્દે અમદાવાદ પોલીસનું હાઈકોર્ટમાં સોગંધનામુ
  • છેલ્લા 3 વર્ષમાં અમદાવાદીઓએ 20.68 કરોડ રૂપિયાનો દંડ ભર્યો
  • નો પાર્કિંગમાં પાર્ક થયેલા 2.80 લાખ વાહનો ટૉઈંગ થયા

 

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા મુદ્દે પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંધનામા મુજબ, હવેથી કૉલેજ અને યુનિવર્સિટીમાં પરિસરોમાં હેલ્મેટ વિના પ્રવેશ નહીં મળે. આ માટે ટ્રાફિક પોલીસે નિર્દેશ જારી કરી દીધા છે.

હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંધનામાં મુજબ, મોટા ઉદ્યોગગૃહો, GIDC અલગ-અલગ કૉમ્પલેક્સ, ડાયમંડ એસોસિએશન અને ઑનલાઈન ડિલિવરી કરતી કંપનીઓએ ‘હેલ્મેટ વિના પ્રવેશ નહી’નો નિયમ અપનાવ્યો છે.

ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે છેલ્લા 3 વર્ષમાં અમદાવાદીઓએ 20 કરોડ 68 લાખ જેટલી પેનલ્ટી ચૂકવી છે. જ્યારે 3 વર્ષમાં નો પાર્કિગમાં પાર્ક કરવામાં આવેલા 2.80 લાખ વાહનો ટૉઈંગ કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ છેલ્લા 3 વર્ષમાં 48,68,769 ઈ-મેમા ઈસ્યૂ કરવામાં આવ્યા છે.

આ સાથે જ અમદાવાદ પોલીસે શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો હોવાનો પણ સ્વીકાર કર્યો છે. જ્યારે ઢોરોને રસ્તા પર રખડતા મૂકનારા માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો