અંતરિયાળ વિસ્તારના દર્દીઓને દવા પણ પોલીસ મંગાવી આપે છે - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • અંતરિયાળ વિસ્તારના દર્દીઓને દવા પણ પોલીસ મંગાવી આપે છે

અંતરિયાળ વિસ્તારના દર્દીઓને દવા પણ પોલીસ મંગાવી આપે છે

 | 2:00 am IST

કોરોના બીમારી સામેના જંગમાં પિૃમ કચ્છ પોલીસ દ્વારા અનોખી રીતે લડત કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમ્યાન લોકો ઘરમાં બેસીને પોલીસ બેન્ડને માણી હતી, જે પોલીસ દ્વારા અનોખી પહેલ હતી  ત્યારે હવે પોલીસના અશ્વો પણ લોકડાઉનમાં લોકોને જોવા મળશે. પોલીસ દ્વારા ગુરુવારથી ઘોડેસવાર પોલીસ કમર્ચારી મારફતે પેટ્રોલિંગ શરૃ કરવામાં આવ્યંુ છે. લોકડાઉનની કડક અમલવારી સાથે લોકોને હેરાનગતિ પણ ન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન અંતરિયાળ વિસ્તારના લોકોને પોલીસ દ્વારા દવા પણ પૂરી પાડવામાં આવી હતી.

પ્રથમ દિવસે ઘોડા મારફતે શરૃ કરવામાં આવેલા પેટ્રોલિંગમાં પદ્ધર પોલીસ મથકના વિસ્તારમાં આવતા ગ્રામ્યો અને હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતંુ. ગુરુવારે માર્ગો પર કામકાજ વિના નીકળી પડતા લોકો પર રોક લગાવવા માટે નાકાબંધી કરીને વાહનોને તપાસવામાં આવ્યા હતા, જેમાં કામ વિના ઘરની બહાર નીકળી પડનાર ૧૪૪ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, તો જાહેરનામા ભંગના ૧૪ કેસ પણ નોંધાયા હતા. અંતરિયાળ એવા વાયોર અને ભદ્રેશ્વરમાં સિનિયર સિટીઝન અને અતિ જરૃરતમંદ પરિવારને પોલીસે દવા પણ પૂરી પાડીને પોલીસની સાથે માનવતાનું કામ પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન