સુરતમાં ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઈરલ કરનાર આખરે પકડાયો - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઈરલ કરનાર આખરે પકડાયો

સુરતમાં ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઈરલ કરનાર આખરે પકડાયો

 | 7:17 pm IST

સુરતમાં ધાર્મક લાગણી દુભાયાના મામલે વાઈરલ થયેલા વીડિયોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસે વીડિયો વાઈરલ કરનારા અમિતસિંહ રાઠોડ સહિત અન્ય સામે ફરિયાદ નોંધી છે.

શું હતો મામલો
સુરતના લિંબાયત વિસ્તારના બે યુવકોને માર મારીને અને ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો ફરતા થતા સુરતના લધુમતિ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ધાર્મિક લાગણી દુભાવતો આ વીડિયો સુરતના લિંબાયત વિસ્તારનો છે તેવુ સામે આવ્યું હતું. વીડિયોનાં કારણે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી સામે ફરિયાદ નોંધીને તેને ઝડપી પડવા માટે માંગ લોકોએ કરી હતી. રવિવારની રાત્રે મુસ્લિમ સમાજના લોકો પોતાની માંગ સાથે લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધાર્મિક લાગણી દુભાવતી વીડિયો ક્લિપ વાયરલ કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી.

ત્યારે પોલીસે વીડિયો ફરતો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે અમિતસિંહ રાઠોડ નામના શખ્સની તેમજ તેના સહિત કેટલાક સામે ફરિયાદ નોંધાઈ છે.

લોકોનો વિરોધ
સુરતના લિંબાયતમાં મોડી રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. તેમજ વીડિયોમાં જાતિગત ટિપ્પણી થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. સુરતના લિંબાયતમાં ટોળા દ્ગારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં લિંબાયત પોલીસ મથકનો ઘેરાવો કરી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. મામલો શાંત પાડવા પોલીસને ટિયરગેસના 20 જેટલા શેલ છોડવા પડ્યા હતા. તેમજ પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. જોકે, પોલીસે ટિયરગેસના શેલ, લાઠીચાર્જ કર્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. ત્યાર બાદ પોલીસે વાઈરલ થયેલા વીડિયો અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.