gujarat police arrested 200 kilogram cannabis with woman
  • Home
  • Gujarat
  • રાજકોટ: ચરસ પછી 200 કિલોથી વધુ ગાંજા સાથે મહિલાની ધરપકડ

રાજકોટ: ચરસ પછી 200 કિલોથી વધુ ગાંજા સાથે મહિલાની ધરપકડ

 | 8:44 pm IST

રાજકોટમાં 200 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ છે. જંગલેશ્વર વિસ્તારમાંથી ગાંજા સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.ફકીરના વેશમા SOGના સ્ટાફે ઓપરેશન પાર પાડ્યું હતુ. રેડ દરમિયાન 20-20 કિલોના કોથળા મળી આવ્યા હતા.SOG અને ભક્તિનગર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આ ધરપકડ કરી છે.

2 દિવસ અગાઉ 8 કિલો ગાંજો ઝડપાયો હતો. શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 200 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલા નામચીન હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હાલ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજી અને ભક્તિનગર પોલીસનું સંયુક્ત ઓપરેશન
રાજકોટ એસઓજી અને ભક્તિનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મહિલાને 200 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. હાલ પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો વિવિધ મુદ્દે મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ જંગલેશ્વરમાંથી પોલીસે 8.32 લાખના 8 કિલો ચરસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે 200 કિલો સાથે મહિલાને ઝડપી પાડી છે. જમ્મુથી રૂ.1 લાખમાં આવતું 1 કિલો ચરસ રાજકોટમાં 2 લાખમાં વેચાતું હતું.