NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  •  પોલીસ આવીને ધડાધડ કર્યું ફાયરીંગ, શુટિંગમાં થઈ મોકાણ

 પોલીસ આવીને ધડાધડ કર્યું ફાયરીંગ, શુટિંગમાં થઈ મોકાણ

 | 8:29 am IST

ફિલ્મના શુટિંગ વખતે ડાયરેકટર અને અભિનેતાનો પ્રયાસ દ્રશ્યને મહત્તમ રીતે જીવંત બનાવવાનો હોય છે. આ પ્રયાસમાં લોકો શુટિંગને જ વાસ્તવિક ઘટના સમજી લે તેવું બને તે પણ શક્ય છે. આવી જ એક ઘટના બની છે. શુટિંગ વખતે પેટ્રોલિંગ કરતાં પોલીસ આવી પહોંચે છે અને જૂએ છે કે રેસ્ટોરન્ટ બહાર એક વ્યક્તિ ગન લઈને ઉભી છે. જોકે આ દ્રશ્ય ફિલ્મના શુટિંગ માટે ભજવાતું હતું અને અભિનેતાના હાથમાં નકલી બંદૂક હતી.

પોલીસે આ જોતાં જ અભિનેતાને ગન ફેંકી દેવાનો પડકાર ફેંક્યો હતો આટલું જ નહીં પોલીસે અભિનેતા પર ગોળીબાર પણ કર્યો હતો. સદનસીબે અભિનેતા બચી ગયા હતાં અને ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. વળી અભિનેતા બુમો પાડતો હતો કે આ તો ફિલ્મનું શુટિંગ છે. શુટિંગમાં બાલ બાલ બચી જનારા અભિનેતાનું નામ હતું જેફ ડફ.