Police caught 3 Accused of Saira Girl Case in Modasa
  • Home
  • Featured
  • મોડાસા યુવતીનાં મોત મામલે પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, એક ફરાર

મોડાસા યુવતીનાં મોત મામલે પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, એક ફરાર

 | 10:36 am IST

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરામાં 19 વર્ષીય છોકરીનાં મોત મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર આ કિસ્સામાં પરિવારની માગ પ્રમાણે પોલીસે પોસ્ટમાર્ટમ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે આરોપીઓની સાથે તેઓની કાર પણ કબ્જે કરી છે. તો હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે અપહરણમાં ઉપયોગ થયેલી કારને પણ તપાસ માટે કબ્જે લઈને FSLમાં મોકલી છે.

મોડાસાના સાયરામાં પાંચ દિવસથી ગુમ થયેલી 19 વર્ષીય છોકરીની ઝાડ પર લટકતી લાશ મળી હતી. જે બાદ દલિત સમાજ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવા માટે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંતે પોલીસે પોસ્ટમાર્ટમ પહેલાં ફરિયાદ નોંધતાં પરિવારે યુવતીનાં લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને તેઓની કાર પણ કબ્જે કરી હતી. તો હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

પકડી પડાયેલ આરોપીઓ

૧. બીમલ ભરતભાઇ ભરવાડ, રહે. બાજકોટ તા. મોડાસા
૨. દર્શન ભરવાડ, રહે. પીપરાણા, તા. માલપુર
3. જીગર રહે. ગાજણ, તા. મોડાસા

ઉલ્લેખનીય છે કે, સાયરાની યુવતીને ન્યાય અપાવવા માટે દલિત સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો ઠેર ઠેર આ મામલે કેન્ડલ માર્ચ પણ નીકાળવામાં આવી રહી છે. તો બોલિવૂડમાં રિતેશ દેશમુખ, જેનેલિયા અને સ્વરા ભાસ્કર જેવી હસ્તીઓએ ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. તો બીજી બાજુ પોસ્ટમાર્ટમ પહેલાં ફરિયાદ નોંધાવવાના મામલે માલધારી અને ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી હોવાની માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ અરવલ્લીના મોડાસામાં સાયરાની યુવતીના મોતનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન