Police Commissioner proclamation a Broke People at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • પોલીસ કમિશનરના જાહેરનામાનો ફિયાસ્કો, લોકોએ બિન્દાસ કર્યો ભંગ

પોલીસ કમિશનરના જાહેરનામાનો ફિયાસ્કો, લોકોએ બિન્દાસ કર્યો ભંગ

 | 4:34 pm IST

સુરતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું કાગળ પર રહ્યું છે. ઉત્તરાયણને લઈ લોકહિતમાં જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. જેમાં ફ્લાય ઓવર પર ટુવ્હીલર પર પ્રતિબંધ મુકાયો છે.

તેમજ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી થશે. પ્રતિબંધ હોવા છતા લોકો ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યાં છે. તો પણ હજુ સુધી પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો નથી.

સુરતમાં ઉતરાણ પર્વ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર રહી ગયું છે. ઉતરાયણ પર્વના દિવસે સવારે 6 કલાકથી 15મી ના રાત્રે 11કલાક સુધી ફ્લાય ઓવર બ્રિજ પર ટુવ્હિલર પર પ્રતિબંધ છે. જેમાં 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તેમાં જો કોઈ બ્રિજ પરથી બંને દિવસે પસાર થશે તો IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવુ પરિપત્રમાં ઉલ્લેખ છે.

તો પણ આજે તમામ ફલાય ઓવર બ્રિજ પરથી લોકો પસાર થઈ રહ્યાં છે. એક પણ ફ્લાય ઓવર બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.