police complain against kandhan jadeja in kamlabag police station
  • Home
  • Gujarat
  • કુતિયાણાના ધારાસભ્ય કાંધલ વિરુદ્ધ થઈ પોલીસ ફરિયાદ

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ વિરુદ્ધ થઈ પોલીસ ફરિયાદ

 | 1:42 pm IST

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નવવર્ષની જ પરોઢે વિવાદમાં સપડાયા છે. તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ તેમની વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે કાંધલ જાડેજા સહિત 10થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે.

પોરબંદરમાં માથાભારે ગણાતા કાંધલ જાડેજા અનેક વાર વિવાદોમાં રહે છે. અને હવે આ વખતે કાંધલે હોટલમાં તોડફોડ કરીને હોટલના માલિકને જામનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને પગલે લીલા આડેદરાએ પોલીસ ફરિયાદ નોંધવતા કાંધલ જાડેજા પર તવાઈ આવી શકે છે.

આગાઉ પણ કાંધલ સામે નોધાઇ હતી ફરિયાદ
અગાઉ પણ કાંધલ જાડેજા અનેક વાર ચર્ચાઓમાં આવી ચૂક્યો છે.રાણવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન પોલીસ સ્ટેશનમાં જઈ માર મારતા સનસનાટી ફેલાઈ ગઈ છે. કાંધલ જાડેજાના ભાઈ કરણ અને કાના જાડેજાએ માર માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો હતો. જેથી પોલીસે કુતિયાણાના ધારાસભ્ય કાઁધલ જાડેજા સહિતના લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને કાંધલ જાડેજા સહિત 5 લોકોની અટકાયત કરી હતી. અને તમામને રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લવવામાં આવ્યા છે.