Police constable from Ahmedabad, vatva commits suicide on railway track
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં વટવા બ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

અમદાવાદમાં વટવા બ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકી પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

 | 8:48 pm IST

વટવાના રોપડા બ્રિજ નીચે ટ્રેનની નીચે પડતું મુકીને બુધવારે રાત્રે ચૂંટણી ફલાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં વટવાના કોન્સ્ટેબલ લગધીરસિંહ ગોહીલે આપઘાત કર્યો હતો. વટવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આત્મહત્યાના કારણની તપાસ હાથ ધરી છે. ટ્રેનના ડ્રાઈવરે ટ્રેનની સામે ચાલીને આવતાં કોન્સ્ટેબલ પાટા પર સૂઈ જતાં તેઓનું મોત થયાનું નિવેદન આપ્યું છે.મૃતક કોન્સ્ટેબલ ક્રાઈમબ્રાંચના એસીપી બી.વી.ગોહીલના સંબંધી હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

2009ની બેચના કોન્સ્ટેબલ લગધીરસિંહ મહિપતસિંહ ગોહીલ (ઉં,30) પત્ની અને બે વર્ષના પુત્ર સાથે વટવા ગામડી રોડ પર આવેલા શક્તિ ગાર્ડનીયામાં રહેતાં હતા. છેલ્લા દોઢ માસથી તેઓને ચૂંટણી ફલાઈંગ સ્કવોડમાં મુકવામાં આવ્યા હતા. રોપડા બ્રિજ નીચે રાત્રે પસાર થતી ટ્રેનની સામે ચાલીને નીચે સૂઈ જઈને એક વ્યક્તિએ આત્મહત્યા કર્યાનું નિવેદન ટ્રેનના ડ્રાઈવરે આપ્યું હતું. જેના પગલે વટવા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

મૃતક વટવાના કોન્સ્ટેબલ લગધીરસિંહ હોવાની વિગત મળતાં ક્રાઈમબ્રાચંના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. લગધીરસિંહનું બાઈક પોલીસને મળ્યું પરંતુ તેમનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. મોબાઈલ ફોન પર વાતચીત કરતાં ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતની શંકા પોલીસને છે. સ્યુસાઈડ નોટ સ્થળ પરથી પોલીસને મળી નથી પણ પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન