Police crack down on gambling in Odhav, Chetju before breakingdown in Ahmedabad
  • Home
  • Videos
  • Featured Videos
  • અમદાવાદના આ વિસ્તારમાં પોલીસનું ડ્રોન જોઈ લોકોમાં મચી નાસભાગ, Video જોઈને એવી મઝા આવશે કે…

અમદાવાદના આ વિસ્તારમાં પોલીસનું ડ્રોન જોઈ લોકોમાં મચી નાસભાગ, Video જોઈને એવી મઝા આવશે કે…

 | 10:17 am IST

રાજ્યમાં હાલ કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉનનો ભંગ કરતા પહેલા ચેતજો, નહીં તો તેની મોટી સજા ચૂકવવી પડી શકે છે. હાલ અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ધાબા પર ભેગા થતા લોકો પર સકંજો કસવામાં આવ્યો છે. અમદાવાદના ઓઢવમાં ધાબા પર જુગાર રમતા લોકોને પોલીસે ડ્રોન મારફતે કેમેરા મારફતે ઝડપ્યા હતા. આ ઘટનામાં ધાબા પર પોલીસનું ડ્રોન જોઈને જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારબાદ પોલીસે કલમ 144 અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો.

બીજી બાજુ અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસીને કેરમ રમતાં 4 શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રોન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ કરતા તેમજ સીસીટીવી ફુટેજથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાળી તપાસ કરતાં ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે આ રીતે અગાઉ બોલી બોલ રમતા પણ 11 લોકો ઝડપાઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતાં લોકો પર નજર રાખી રહી છે. આ સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન