ઓફિસ જતા હશોને અધ:વચ્ચેથી પોલીસ પડાવી લેશે તમારૂ બાઈક, જાણો કેમ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઓફિસ જતા હશોને અધ:વચ્ચેથી પોલીસ પડાવી લેશે તમારૂ બાઈક, જાણો કેમ

ઓફિસ જતા હશોને અધ:વચ્ચેથી પોલીસ પડાવી લેશે તમારૂ બાઈક, જાણો કેમ

 | 11:04 pm IST

ટેકનોલોજીના વિકાસથી દિવસો-દિવસ આપણો દેશ જેમ પ્રગતિ કરી રહ્યો છે, તેવી રીતે આપણી પોલીસ પણ હાઈટેક બની રહી છે. તેવામાં પોલીસે ઈ-મેમો ન ભરનારાઓને રંગે હાથે પકડવા માટે એક નવી ટેકનોલોજીનો નિજાત કરી લીધો છે. આ માટે ટ્રાફિક પોલીસે એક એપ્લિકેશન વિકસાવી છે અને તે એપ્લિકેશનથી ઈ-મેમો ન ભરનારાઓને રંગે હાથે પકડી પાડવામા આવશે. આથી પોલીસ દ્વારા આપેલો ઈ-મેમો ભર્યા વગર તમે ઓફિસ જવા માટે નિકળ્યા છો અને રસ્તામાં તમારા નશીબ ખરાબ હોય અને પોલીસ ભટકાઈ પડી તો સમજો તમારૂ બાઈક ગયું. જોકે તમે સ્થળ પર જ ઈ-મેમાની ચૂકવણી કરી દો અને પોલીસ મામાની આપેલી સલાહ-સૂચન શાંત ચિતે સાંભળી લો તો કદાચ તમારૂ બાઈક બચી શકે છે.

અમાદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્ગારા ટ્રાફિક ભંગ કરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. ઈ મેમા જે વાહન ચાલકોએ નથી ભર્યા તે લોકોના મેમા હવે ટ્રાફિક પોલીસ તેના મોબાઈલની અંદર જ જોઈ શકશે. આમ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા કોઈ પણ વાહન ચાલકને રોકવામાં આવશે તેના વાહનનો નંબર તે એપમાં નાખતાની સાથે તેને કેટલા ઈ મેમા બાકી છે તેની માહિતી બતાવી દેશે.

મેમો ભરતાની સાથે તે વાહન ચાલકના મોબાઈલમાં તરત એક મેસજ પણ આવી જશે કે, તમારા ઈ મેમા ભરાઈ ગયો છે. લગભગ 5 લાખ જેટલા ઈ મેમાના 9 કરોડ રૂપિયા જેટલી રકમ વસુલ કરવાની બાકી છે જેથી આ એપ દ્ગારા ઝડપીમાં ઝડપી બાકીની રકમ પણ ટ્રાફિક પોલીસ રીકવર કરી લેશે.