ફરિયાદ નોંધવા રૂપિયા મંગાતા મહિલાએ પો. કમિશનરની ઓફિસ બહાર જ ઝેર પીધું - Sandesh
  • Home
  • Gujarat
  • ફરિયાદ નોંધવા રૂપિયા મંગાતા મહિલાએ પો. કમિશનરની ઓફિસ બહાર જ ઝેર પીધું

ફરિયાદ નોંધવા રૂપિયા મંગાતા મહિલાએ પો. કમિશનરની ઓફિસ બહાર જ ઝેર પીધું

 | 5:49 pm IST

સુરતમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટે ઝેર પીવાની ફરજ પડી હતી. વરીયાવી બજારની વેચેલી દુકાનના બાકી નીકળતા 13 લાખની રકમના મુદ્દે મહિલા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. મહિલા સશક્તિકરણની વાતો કરતા ગુજરાતમા જ એક મહિલાને આવુ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસ કમિશનર કચેરીની બહાર ફાલ્ગુની ભોગીલાલ વરીયાવવાળા નામની મહિલાએ ઝેરી પીધુ છે. આ મહિલાએ પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન એક રીક્ષાચાલક સાથે કર્યા હતા. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ મહિલા અગાઉ ફરિયાદ કરવા ગઈ હતી. ઈમરાન નામના શખ્સ સાથે તેનો દુકાનની લેતીદેતી મામલે ઝઘડો ચાલી રહ્યો હતો. તેથી આ મહિલા ઈમરાન નામના આ શખ્સ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી. પરંતુ અહી પીઆઈએ તેની પાસેથી ફરિયાદ નોંધાવા રૂપિયા માંગ્યા હતા.

શું હતો મામલો…
ફાલ્ગુનીબેનના માતા-પિતાએ સુરતના વરીયાવી બજાર મેઈન રોડ પર આવેલી દુકાન વેચવા કાઢી હતી. જેને બિલ્ડર નિસારભાઈએ સોદો કર્યો હતો. દુકાનના 13 લાખ રૂપિયા આપ્યા બાદ બાકીની રકમ માટે આનાકાની થઈ રહી હતી. બિલ્ડરે વેચેલી દુકાનના રૂપિયા મુદ્દે આનાકાની થતાં આખરે ફાલ્ગુની દુકાનને તાળું મારી દીધું હતું. અને બિલ્ડરે તાળું તોડી દુકાન પોતાના કબ્જામાં લઈ લીધી હતી. જેથી ફાલ્ગુનીબેને ચોક બજાર પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે મધ્યસ્થી કરી બન્નેને સમજાવી આપ્યા હતાં. અને ફરિયાદ લેવાનું ટાળ્યું હતું.

ઝેર કેમ પીધું…
ફાલ્ગુનીબેન આજે પોલીસ કમિશનરની કચેરીએ ફરિયાદ કરવા પહોંચી હતી. જ્યાં પોલીસ કમિશનર હાજર નથી તેવો જવાબ તેમને મળ્યો હતો. તેથી ફાલ્ગુનીબહેને ઝેર પીવાનુ પગલુ ભર્યું હતું.

હાલ આ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન