Police file defamation suit against in-laws, including husband, in Dindoli woman's suicide case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લગ્નના 1 વર્ષ બાદ જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પતિ ચારિત્ર્યનો આક્ષેપ કરી આપતો યાતના

લગ્નના 1 વર્ષ બાદ જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પતિ ચારિત્ર્યનો આક્ષેપ કરી આપતો યાતના

 | 2:33 pm IST
  • Share

ડિંડોલીની પરિણીતાના આત્મહત્યા કેસમાં પોલીસે પતિ સહિતના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. ઘરકામ અને ચારિત્ર્ય મુદ્દે મહેણાં-ટોણાં મારી અત્યાચાર ગુજારાતો હોય પરિણીતાએ ફાંસો ખાઇ લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી, નવાગામમાં આવેલા નરોત્તમનગરમાં રહેતી પ્રીતિબેન સર્વેશકુમાર નિશાદ (ઉં.વ.22)એ ગત બુધવારે બપોરે ઘરમાં છતની હૂક સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પ્રીતિબેનના છ વર્ષ પહેલા બરફનો ધંધો કરતા સર્વેશકુમાર સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. આ મામલે ડિંડોલી પોલીસે પિયરિયાએ સંગીન આક્ષેપો સાથે સાસરિયા સામે ફરિયાદ આપી હતી.

પિયરિયાના આક્ષેપો મુજબ લગ્નના 1 વર્ષ બાદથી સાસરિયાઓએ પ્રીતિને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિ સર્વેશ સહિતના સાસરિયા ઘરકામ મુદ્દે ઝઘડો કરવા સાથે ચારિત્ર્ય પર શંકા રાખી મહેણાં-ટોણાં મારતા હતા. આ ઉપરાંત, દહેજના મુદ્દે પણ ટોર્ચરિંગ થતું હતું. આખરે અત્યાચારથી કંટાળી પ્રીતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે પતિ સર્વેશ નન્હેલાલ નિષાદ, ચિતાદેવી નન્હેલાલ, નન્હેલાલ, પ્રવેશ ઉર્ફે ગુડ્ડુ અને છોટુ નન્હેલાલ (તમામ રહે. નરોત્તમનગર, ડિંડોલી) સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો