Maharashtra: Police Gave Summons To Devendra Fadnavis
  • Home
  • Featured
  • CM પદથી હટતા જ ફડણવીસનો ખરાબ સમય શરૂ! પોલીસે પાઠવ્યા સમન્સ

CM પદથી હટતા જ ફડણવીસનો ખરાબ સમય શરૂ! પોલીસે પાઠવ્યા સમન્સ

 | 12:08 pm IST

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હવે મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પદથી હટતા જ હવે તેમને કૉર્ટની તરફથી એક સમન્સ ફટકારવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ નાગપુરનાં પોલીસ નિરીક્ષક મહેશ બંસોડેએ કરી છે. તેમણે કહ્યું કે, “કૉર્ટનું સમન દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી ચુક્યુ છે. આ સમન તેમને પોતાના સોગંદનામામાં પોતાની સામે ચાલી રહેલા અપરાધિક કેસની જાણકારીને છુપાવવાનાં સંબધમાં છે.

સોંગદનામામાં 2 અપરાધિક કેસની જાણકારી નહોતી આપી

ફડણવીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા સોંગદનામામાં ખુદ પર ચાલી રહેલા 2 અપરાધિક કેસની જાણકારી નહોતી આપી. અરજીકર્તાની દલીલ હતી કે ફડણવીસે આવુ કરીને જનપ્રતિનિધિત્વ કાયદા 1951ની કલમ 125Aનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં લોઅર કૉર્ટ અને હાઈકૉર્ટે કહ્યું હતુ કે ફડણવીસની સામે પહેલી નજરમાં કોઈ કેસ નથી બનતો.

અરજીકર્તાએ સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

અરજીકર્તાએ કહ્યું કે હતુ કે, ઉમેદવાર માટે તમામ અપરાધિક કેસોની જાણકારી આપવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. આના પર ફડણવીસ સરકાર તરફથી સ્પષ્ટતા આપવામાં આવી કે, પહેલો કેસ ડિફેમેશનનો છે, જેમાં હાઈકૉર્ટે સીએમ દેવેન્દ્ર ફડણવીસને રાહત આપી હતી. તો બીજો મામલો સ્લમ પ્રોપર્ટી પર ટેક્સને લઇને છે. આ બંને કેસ જનહિતમાં હતા. આમાં કોઈ પર્સનલ હિત નહોતુ. ત્યારબાદ અરજીકર્તાએ સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને 1 ઑક્ટોબરનાં સુપ્રીમ કૉર્ટે બૉમ્બે હાઈકૉર્ટનાં આદેશને રદ કરી દીધો અને ફડણવીસને કેસમાં સુનાવણીનો સામનો કરવાનો આદેશ આપ્યો.

5 વર્ષમાં રાજ્ય પર 5 લાખ કરોડ કરજ લાદીને ફડણવીસ સરકાર ચાલી ગઈ

આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા લખ્યું કે ગત સરકાર 5 વર્ષ ચાલી અને પાંચ લાખ કરોડનું દેવું આપ્યું. તેમાં લખવામાં આવ્યું કે, ‘મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્ય અને ન્યાયની સારી કસોટીઓ પર ખરી ઉતરીને સ્થિર રહેશે. 5 વર્ષમાં રાજ્ય પર 5 લાખ કરોડ કરજ લાદીને ફડણવીસ સરકાર ચાલી ગઈ. આ માટે નવા મુખ્યમંત્રીએ જે સંકલ્પ લીધો છે, તેના પર ઝડપથી પરંતુ સાવધાની પૂર્વક પગલા રાખવા પડશે.”

આ વિડીયો પણ જુઓ: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18મા મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન