‘હોટલ બંધ રાખજો નહીંતર દર કલાકે ફરિયાદ નોંધાશે માલિક વિરૂદ્ધ’ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘હોટલ બંધ રાખજો નહીંતર દર કલાકે ફરિયાદ નોંધાશે માલિક વિરૂદ્ધ’

‘હોટલ બંધ રાખજો નહીંતર દર કલાકે ફરિયાદ નોંધાશે માલિક વિરૂદ્ધ’

 | 7:18 pm IST

અમદાવાદ પોલીસ દ્વારાં દ્વારકાધીશ રેસ્ટોરન્ટના કર્મચારીઓને માર મારવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા કનડગતનો આક્ષેપ હોટલ માલિક દ્વારા કરવામા આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બોપલ હાઇવે વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટનો વિવાદો વધી રહ્યા છે. પોલીસ દ્વારા પહેલા આ હોટલના કર્મચારીઓ ને મારમારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ પર હોટલ બંધ કરવામા આક્ષેપ હોટલ માલિક દ્વારા કરવામાં આવ્યાં હતા. હોટલ બહાર હોટલ બંધ કરવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે કે ‘શનિવારના રોજ સરખેજ પીઆઈ રાતે 11.30 કલાકે હોટલ બંધ કરવા અને કીધું બંધ રાખજો નહીંતર દર કલાકે ફરિયાદ નોંધાશે માલિક વિરૂદ્ધ’

સમાન્ય રીતે પોલીસ હોટલમાં લાયસન્સ ન હોવાની વાત કરી રહી છે. પરંતુ હોટલ લાયસન્સ કોર્પોરેશન આપતું હોય છે અને બંધ કરવાની સતા પણ કોર્પોરેશન પાસે હોય છે. તેમ છતાં પણ પોલીસ પોતાની દદગીરી કરીને લોકો ને પોતાનો ખૌફ દેખાડી ને ડરવતી હોય છે. ઉલ્લેખનીય છે કે ફ્રીમાં જમવાનું ન મળવાના કારણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓએ દ્વારકાધીશ રેસ્ટોરન્ટના કર્મચારીઓ ને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા આ ચારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.