પોલીસના હપ્તારાજનો ઘટસ્ફોટ,'મારો હપ્તો ના આવ્યો તેવું ક્યારેય બન્યુ' Video - Sandesh
  • Home
  • Videos
  • પોલીસના હપ્તારાજનો ઘટસ્ફોટ,’મારો હપ્તો ના આવ્યો તેવું ક્યારેય બન્યુ’ Video

પોલીસના હપ્તારાજનો ઘટસ્ફોટ,’મારો હપ્તો ના આવ્યો તેવું ક્યારેય બન્યુ’ Video

 | 4:25 pm IST

અમદાવાદમાં ચાલતા પોલીસના હપ્તારાજની પોલ ખોલતો એક વીડિયો વાયરલ થયો છે. ચાંગોદરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રઘુ નામના શખ્સની ટ્રક પોલીસે રોકી હતી. જેથી ઉશ્કેરાયેલા રઘુએ ચાંગોદરમાં પોતાનું રાજ ચાલતું હોવાનું કહી પોલીસ સામે અભદ્ર શબ્દો વાપરીને દાદાગીરી કરી હતી.

તો સાથે જ મંત્રી જયેશ રાદડીયા તેમના મિત્ર હોવાનો પણ દાવો કર્યો હતો. સમયસર પોલીસને હપ્તો ન પહોંચતા પોલીસે રઘુની ટ્રક રોકાવી હોવાનું અનુમાન છે. વાયરલ થયેલા વીડિયોમાં રઘુ પોલીસને,’કામમાં હોયતો સમયસર હપ્તો ન પહોંચે’ તેવું કહેતો દેખાઈ રહ્યો છે. ત્યારે વીડિયો વાયરલ થતાં પોલીસના હપ્તા રાજ પરથી પડદો ઉઠી ગયો છે. આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હપ્તાખોરો સામે પગલાં લે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન