NIFTY 10,425.45 -26.35  |  SENSEX 33,651.16 +-80.03  |  USD 64.7800 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Main News
  • પેરિસમાં આતંકીઓનું પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, બે ઘાયલ

પેરિસમાં આતંકીઓનું પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, બે ઘાયલ

 | 9:01 am IST

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. ગુરુવારે રાતે પેરિસમાં પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં એક અધિકારીનું મોત નિપજ્યું છે. તથા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક સંદિગ્ધને ઠાર કરાયો. બીજા વ્યક્તિની તલાશ માટે ઠેરઠેર છાપા મારવામાં આવી રહ્યાં છે. એક અહેવાલ મુજબ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાખોરોને પોતાના ગણાવ્યાં અને હુમલાની જવાબદારી લીધી. ફ્રાન્સમાં રવિવારે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદે કહ્યું કે સેન્ટ્રલ પેરિસમાં થયેલા ફાયરિંગમાં એક હુમલાખોર માર્યો ગયો અને આ એક આતંકી કૃત્ય હતું તેવું તે સ્વીકારવા તૈયાર છે. પેરિસના પ્રોસિક્યુટરે જણાવ્યું કે પેરિસ હુમલામાં સામેલ સંદિગ્ધની ઓળખ થઈ ગઈ છે અને માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે કે તેને કોઈ પ્રકારની મદદ મળી હતી કે નહીં. ઘટનાસ્થળ પર હાજર પોલીસે જણાવ્યું કે તેઓ અન્ય એક સંદિગ્ધની તલાશ કરી રહ્યાં છે. ફ્રાન્સના ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હતાં તે વાતનો હાલ ઈન્કાર થઈ શકે નહીં.

ન્યૂઝ એજન્સી રોયટર્સના એક પ્રત્યક્ષદર્શીના હવાલે જણાવાયું છે કે બે લોકોએ પોલીસ અધિકારીઓની ગાડી પર હુમલો કર્યો હતો. તેણે જણાવ્યું કે એક હુમલાખોર ગાડીમાંથી બહાર નીકળ્યો અને તેણે પોલીસ પર મશીનગનથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હુમલામાં એક અધિકારી માર્યો ગયો અને બે ઘાયલ થયાં.

પેરિસ હુમલા પર સંવેદના વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ફાયરિંગ એક આતંકી હુમલો લાગે છે. ફ્રાન્સમાં રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર ફીલને પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનને પેરિસ હુમલા બાદ સ્થગિત કરી દીધુ છે. ફ્રાન્સમાં 2015માં થયેલા હુમલા બાદથી ઈમરજન્સી લાગુ છે. ગત બે વર્ષોમાં ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલામાં 230 લોકોના મોત થઈ ચૂક્યા છે.