Police Punished and Beat Those who Violated Lockdown Cufew : Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : લોકડાઉનમાં પણ બહાર નિકળવું પડ્યું ભારે, પોલીસે મુરઘા બનાવ્યા અને…

Video : લોકડાઉનમાં પણ બહાર નિકળવું પડ્યું ભારે, પોલીસે મુરઘા બનાવ્યા અને…

 | 12:45 pm IST

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનીએ સંખ્યા વધીને 676 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ સપ્તાહ માટે દેશરભમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ સાથે જ વડાપ્રધાને રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને હાથ જોડીને ઘરની બહાર ના નિકળવા અપીલ કરી છે. પોલીસ પણ તેનો આકરો અમલ કરાવી રહી છે. પરંતુ કેટલાક બેરદકાર યુવાનો હજી પણ વડાપ્રધાનની આ વાત માનવા તૈયાર જ નથી. કેટલાક કોરોનાની લોકો રસ્તાઓ પર ગંભીર સ્થિતિ વચ્ચે પણ આંટાફેરા મારી રહ્યાં હતાં. પોલીસે તેમની બરાબરની ખબર લઈ લીધી હતી. પોલીસે તમામને જાહેરમાં જ રસ્તા વચ્ચે ઉઠક બેઠક કરાવી હતી અને મુરઘા બનાવ્યા હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈ લોકો મજા પણ લઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન