મહેસાણાની વિચિત્ર ઘટનાઃ પોલીસની રેડમાં ભાગવા જતા આરોપી પડ્યો કૂવામાં, થયું મોત – Sandesh
NIFTY 10,328.90 -123.40  |  SENSEX 33,642.01 +-368.75  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણાની વિચિત્ર ઘટનાઃ પોલીસની રેડમાં ભાગવા જતા આરોપી પડ્યો કૂવામાં, થયું મોત

મહેસાણાની વિચિત્ર ઘટનાઃ પોલીસની રેડમાં ભાગવા જતા આરોપી પડ્યો કૂવામાં, થયું મોત

 | 5:55 pm IST

મહેસાણા તાલુકાના ગઢા ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર જિલ્લાની એલ.સી.બી.એ રેડ પાડી તે સમયે એક વિચિત્ર અને કરુણ બનવા બનવા પામ્યો હતો. એલસીબીની રેડ દરમિયાન સ્થળ પર જુગાર રમી રહેલા જુગારીઓમાં થયેલી નાસભાગમાં એક આરોપી ખેતરના કૂવામાં પડી જતાં બહાર કાઢી સિવિલમાં લઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસ મથકના સૂત્રો પસેથી મળતી આ વિચિત્ર અને કરુણ બનાવની વિગતો મુજબ જિલ્લાની એલસીબીની ટીમે ગઈ ૭ તારીખને મોડી રાત્રે ગઢા ગામની સીમમાં જુગારની બાતમીને આધારે ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. આ સમયે પોલીસને રેડને પગલે સ્થળ પર જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ નાસભાગમાં મૂળ ઉદલપુરનો રહેવાસી એવો પટેલ રાજેન્દ્રકુમાર ઈશ્વરભાઈ નામનો ઇસમ ખેતરના કૂવામાં પડી ગયો હતો. પોલીસે તેને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ લઈ જતાં હતા ત્યારે તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે ઘટના સ્થળેથી નવ જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપીનું મોત થતાં તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક વ્યક્તિ મૂળ ઉદલપુરનો રહેવાસી હતો અને ડીસા ખાતે શિક્ષકની ફરજ બજાવતો હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું છે.