પિપરાળા હત્યાકાંડનો આરોપી કાનો વાગડમાં છુપાયાની બાતમીથી પોલીસ દોડતી થઈ ગઈ - Sandesh
  • Home
  • Bhuj
  • પિપરાળા હત્યાકાંડનો આરોપી કાનો વાગડમાં છુપાયાની બાતમીથી પોલીસ દોડતી થઈ ગઈ

પિપરાળા હત્યાકાંડનો આરોપી કાનો વાગડમાં છુપાયાની બાતમીથી પોલીસ દોડતી થઈ ગઈ

 | 2:00 am IST

કચ્છનો ખનિજ ચોરીનો કુખ્યાત આરોપી અને પિપરાળા ચેકપોસ્ટ ઉપર ત્રણ વ્યક્તિને જીવતા સળગાવી દેનારો આરોપી વાગડમાં છુપાયો હોવાનો ફોન આવતાં જ પૂર્વ કચ્છની પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

સૂત્રોનું માનીએ તો બોર્ડર રેન્જનાં આઈજી દ્વારા તાજેતરમાં શરૃ કરવામાં આવેલી હેલ્પલાઈન ઉપર મેસેજ આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ લખાય છે ત્યાં સુધીમાં પોલીસને આરોપીનો પત્તો લાગ્યો ન હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બોર્ડર રેન્જનાં આઈજી વાઘેલા દ્વારા શરૃ કરવામાં આવેલા પોલીસનાં હેલ્પલાઈન નંબર ઉપર સાંતલપુરની એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી ભાગેડું એવો કુખ્યાત આરોપી કાના ભીખા ગોહિલ રાપરનાં મોમાયમોરામાં છુપાયેલો છે, જેને પગલે ગાંધીધામ કન્ટ્રોલ રૃમ તથા એસપી ઉપરાંત ભચાઉનાં ડીવાયએસપીને આ અંગે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

પૂર્વ કચ્છનાં એસપી પરિક્ષીતા રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે, અમને સૂચના મળતા જ મેં રાપર પોલીસને આ કાર્યવાહી કરવાનાં તાત્કાલિક આદેશ કરી દીધા છે. કાર્યવાહી ચાલુ જ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કાના ભીખા ગોહિલ નામનાં આરોપી સામે ખનિજ ચોરી ઉપરાંત જીવતા સળગાવી દેવાનાં હત્યાકાંડમાં પોલીસ તેને વર્ષોથી શોધી રહી છે. હજુ સુધી તે પોલીસનાં હાથમાં આવ્યો નથી.

ત્યારે પોલીસ આ મોકો હાથમાંથી જવા દેવા માગતી ન હોય તેમ કાર્યવાહી કરવામાં લાગી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન