Police Recover 2 Mobile Of Accused Sachin Dixit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મહેંદી મર્ડર કેસ: પોલીસે આરોપી સચિનના બન્ને મોબાઈલ કબ્જે કર્યા

મહેંદી મર્ડર કેસ: પોલીસે આરોપી સચિનના બન્ને મોબાઈલ કબ્જે કર્યા

 | 9:58 pm IST
  • Share

  • મોબાઈલ ડેટાથી હત્યા કેસમાં પુરાવા મળવાની શક્યતા
  • પ્રેમિકાની હત્યા બાદ સચિને કોનો સંપર્ક કર્યો?
  • ફોનમાંથી ડિલીટ કરાયેલા ડેટા મેળવવા FSLની લેવાશે મદદ

ચકચારી મહેંદી મર્ડર કેસમાં આરોપી તેના પ્રેમી સચિન દીક્ષિત હાલ પોલીસ રિમાન્ડ પર છે અને તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં તપાસનીશ પોલીસ અધિકારીઓએ સચિન દીક્ષિતના બન્ને મોબાઈલ કબ્જે કર્યાં છે. પોલીસને આશા છે કે, મોબાઈલ ડેટાની મદદથી હત્યા કેસમાં અનેક પુરાવા મળશે. જેથી આરોપી સચિન દીક્ષિત પર કાયદાનો સકંજો વધારે મજબૂત રીતે કસી શકાશે.

પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે જ પોલીસે આરોપી સચિનના બન્ને મોબાઈલ પોતાના કબ્જામાં લીધા છે. હવે પોલીસ દ્વારા કબ્જે કરાયેલા મોબાઈલના ડેટા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આટલું જ નહીં, પ્રેમિકા મહેંદીની હત્યા કર્યા બાદ આરોપી સચિન દીક્ષિતે કોની-કોની સાથે વાત કરી? તેની વિગતો ઉપરાંત હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લૉકેશન ટ્રેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સિવાય સચિન દીક્ષિતના મોબાઈલમાંથી અગાઉ ડિલીટ કરવામાં આવેલા ડેટા પરત મેળવવા માટે FSLની મદદ પણ લેવાઈ શકે છે. સચિન અને મહેંદી કેટલા સમયથી એકબીજાના સંપર્કમાં હતા? તેની વિગતો પણ આરોપીના મોબાઈલ ડેટાના આધારે મેળવી શકાશે.

આરોપી સચિનને બોપલ લઈ જવાયો

રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસ અર્થે આજ રોજ સચિન દીક્ષિતને બોપલ લઈ ગઈ હતી. કેમ કે તેણે જે બાળકને તરછોડ્યું હતું, તેનો જન્મ ત્યાં જ થયો હતો. એ બાળકના જન્મ બાદ તેને બોપલ-ઘુમા સ્થિત ઘરે રખાતું હોવાથી ત્યાંની તપાસ પણ પોલીસ માટે એટલી જ જરૂરી છે. બીજી તરફ આરોપી સચિનના પરિવારજનોને પણ પૂછપરછ માટે ગાંધીનગર LCB ખાતે બોલાવાઈ શકે છે. આથી સચિનના માતા-પિતા અને પત્નીની પણ આગામી સમયમાં પોલીસ પૂછપરછ કરી શકે છે.

પ્રેમિકાનો હત્યારો સચિન 15 હજારમાં બે ઘર ચલાવતો
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત એવી પણ સામે આવી છે, જેમાં સચિન દીક્ષિત માત્ર 15 હજારના પગારમાં બે ઘર ચલાવતો હતો. આ ઉપરાંત માત્ર સચિન દીક્ષિતે જ આખી ઘટનાને અંજામ આપ્યો છે અને આખાયે ગુનામાં પોલીસ તપાસમાં સચિન દીક્ષિતને કોઈએ મદદગારી ના કરી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનામાં સચિન દીક્ષિતના પરિવારની સામેલગીરી ના હોવાનો પણ ખૂલાસો થયો છે, ત્યારે બાકીના બે દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસ હજુ પણ અનેક માહિતી એકઠી કરી સચિન દિક્ષીત સામે કાયદાકીય સકંજો કસવા મથામણ કરી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો