Police seize fake RTO office At Rajkot And Surendranagar
  • Home
  • Gujarat
  • પોલીસને પણ ઉલ્લુ બનાવતા ભેજાબાજો આવ્યા સકંજામાં, RTOમાં કરતા આવી છેતરપિંડી

પોલીસને પણ ઉલ્લુ બનાવતા ભેજાબાજો આવ્યા સકંજામાં, RTOમાં કરતા આવી છેતરપિંડી

 | 4:57 pm IST

વાત કરીએ રંગીલા રાજકોટની તો રાજકોટ SOG એ બોગસ RTO ઓફીસ જડપી પાડી છે. પોલીસે RTO ની બોગસ રીસીપ્ટ તૈયાર કરતા 6 લોકોને લેપટોપ, પ્રિન્ટર અને RTOના સિક્કા સાથે ઝડપી પાડ્યા છે. જોકે આંતર રાજ્ય કૌભાંડ આચરતા હોવાનું પણ સામે આવ્યું છે.

સરકાર દ્વારા RTOના નિયમ કડક કર્યા છે અને ઈ-મેમો અને RTO દંડ ફટકારવામાં આવે છે ત્યારે રાજકોટમાં વાન ચાલકોને સેટલમેન્ટના નામે બોગસ RTOની પોહોંચ આપી પોલીસમાંથી વાહનો છોડાવી નાખતા હતાં. હાલ તો પોલીસે અલગ અલગ બે ઓફીસમાંથી રાજકોટ, સુરેન્દ્રનગર RTO રીસીપ્ટ મળતા ત્યાં તપાસ કરતા પોલીસે વાહનો છોડી દીધાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદા માલ કબ્જે કરી તપાસ શરૂ કરી લેપટોપમાં કેટલી રીત બનાવી તેને લઇ FSL માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપી નકલી RTO કચેરી
સરકારી લાખો રૂપિયા કરિયા ધર ભેગા
દોઢ વર્ષથી આચરતા કૌભાંડ

રાજકોટ પોલીસ સકંજામાં આરોપીઓ આવી ગયા છે જેમના નામ મનીષ ઉર્ફે સાગર મહેતા, હાર્દિક જાદવ, યશરાજ માંજરિયા, જય સીધવા, અને જયરાજ ગેડિયા છે. તમામ પર સરકારી નાણા હજમ કરવાનો આરોપ છે.

મનીષ મહેતા અને યશરાજ માંજરિયા પહેલા સાથે કામ કરતા અને RTOની બોગસ પોહોંચ તૈયાર કરતા હતાં. જોકે બન્ને વચ્ચે મત ભેદ થતા બન્ને અલગ અલગ ઓફીસ શરૂ કરી હતી. મનીષ મહેતાએ રાજકોટના આજી ડેમ ચોકડી ખાતે માનસરોવર પાર્કમાં ઓફીસ શરૂ કરી હતી તો યશરાજ કોઠારિયા રોડ પર મકાનમાં ઓફીસ શરૂ કરી હતી. બન્નેના માણશો RTO ઓફીસમાં દંડ ભરવાની બારી પાસે ઉભા રહેતા અને ભોળા લોકોને શોધતા અને દંડ ઓછો કરાવી આપવાની લાલચ આપતા અને 1 કલાકમાં કેટલો દંડની રકમ ઓછી બતાવી ફોન કરતા અને બાદમાં મેમો ભરનાર હા પાડ્યા બાદ ઓફીસમાં ડુપ્લીકેટ RTO રકમ ભરપાઈ થયાની પોહોંચ તૈયાર કરતા હતાં. જેમાં QR કોડ પણ નાખતા એટલુજ નહી, RTO ના બોગસ સિક્કાઓ પણ મારતા જેથી દંડ ભરનારને ખબર ન પડે. એટલુજ નહી આ ડુપ્લીકેટ પોહોંચ છે પોલીસને પણ ન ખબર પડી અને વહન છોડી મુકવામાં આવતા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન