Wine in Gujarat using GPS in baroda
  • Home
  • Baroda
  • ગુજરાતમાં GPSનો ઉપયોગ કરી દારૂ ઘૂસાડાયો, 2 શખ્સોની ધરપકડ

ગુજરાતમાં GPSનો ઉપયોગ કરી દારૂ ઘૂસાડાયો, 2 શખ્સોની ધરપકડ

 | 7:39 pm IST

વડોદરામાં દારૂની હેરાફેરીમાં નવી રીત જોવા મળી છે. દારૂની હેરાફેરી માટે GPS સિસ્ટમનો ઉપયોગ થયો છે. વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કપુરાઈ ચોકડી પાસે હોટલ પાસેથી દારૂ ઝડપાયો છે. ક્રાઈમ બ્રાંચે રૂ.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં GPSનો ઉપયોગ કરી દારૂ ઘૂસાડાય છે.

જી.પી.એસ. સિસ્ટમનો ઉપયોગ કરી ગુજરાતમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવેલા બે કેરીયરોને રૂપિયા 20.25 લાખના દારૂ સાથે શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે ઇંગ્લીશ દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ગણેશત્સોવને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આગામી દિવસોમાં શરૂ થઇ રહેલા ગણેશત્સોવ શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં દેશી-ઇંગ્લીશ દારુનું વેચાણ ન થાય તેમજ ગુજરાત બહારથી દારૂ ન આવે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા બાજ નજર ગોઠવી દેવામાં આવી છે. છતા પણ બુટલેગરો અવનવી રીતે ગુજરાતમાં દારૂનું સપ્લાય કરે છે.